________________
૧૪
આગમત જન અને જૈનેતર બંનેય પરમેશ્વરને માને છે. તેમાં ફરક માત્ર એક “ત” અને “ન' અક્ષરને છે. જૈનેતરે પરમેશ્વરને બનાવનાર તરીકે માને છે. ત્યારે જ પરમેચરને બતાવનાર તરીકે માને છે. શું બતાવવાનું ? તે કે જેમ ઈન્દ્રજાલીયા ઈન્દ્રજાળ બતાવે, કેઈ જેમ નાટક-સિનેમા બતાવે તેવું અહિં બતાવવાનું નથી. અહિં તે આત્માનું ખરું સ્વરૂપ બનાવવાનું છે.
તેવી રીતે સ્વતંત્રતા મેળવવા તરફ, સિદ્ધ કરવા તરફ કેણ કેડ બાંધે? કેવળ એક જ જાત, મનુષ્ય જ. તે સિવાય ત્રણ ગતિમાંથી hઈ સ્વતંત્રતાના સાચા સાધન તરફ કેડ બાંધનાર નથી.
કહેશે કે મનુષ્ય ઉપદેશ દેનારા હોવાથી અને તમે પણ મનુષ્ય હેવાથી અહિં તમે મનુષ્યને ઉત્તમ ગણ્યા, અને દેવતા, નારકી અને તિર્યને હલકા ગણ્યા, એમ કેમ નહિ? દેવ નારકી અને તિય સ્વતંત્રતાના સાધન એકઠાં કેમ ન કરે ? માટે તમારે સ્વ-જાતિને પક્ષપાત કરે છે. તેના ખુલાસામાં જાણવું કે તે માટે આમ કહેવાતું નથી. ખરેખર સ્વતંત્રતા મેળવવાની લાયકાત કેવળ મનુષ્યમાં જ રહેવાથી તેમ કહેવાય છે. કારણ? નારકી એટલે કોણ? કર્મરાજાની સખ્ત કેદમાં પડેલે, પહેલા ભવમાં ચીકણું ચીકણાં પાપ કર્યા હોય તેને નારકી તરીકે ઉપજવાનું થાય છે. અહીં કહેશે કે મનુષ્ય અને તિયાને તે અનુભવ કરીએ છીએ તેથી તે સંબંધી બીના તે મનાય પણ નારકને માનવાને તે કોઈ અનુભવ-ગમ્ય રસ્તો નથી. તે કહીએ કે જરા શાન્ત થઈને વિચાર કરે છે તે પણ ખબર પડે. કેટલીક વસ્તુ એવી હોય કે તેને વિચાર કરીએ ત્યારે માલુમ પડે.
એક મનુષ્ય જંગલમાંથી નદી ઉપર થઈને ગામમાં આવ્યો. તેણે પિતાના ભાઈબંધ પાસે વાત કરી કે આ માહ મહીને ચાલે છે. કડકડતી ઠંડી પડી રહી છે. તે વખતે હું નદી ઉપર ઊભે હતે.