________________
પુસ્તક ૩-જુ હું તરીકે વ્યવહાર કરે છે. હું સુખી છું અને હું દુખી છું, આ વ્યવહાર કઈ ગતિ કે જાતિમાં નથી ત્યારે સંસારને વ્યવહાર બધે કોના ઉપર? “હું” ઉપર. તે પછી પણ આગળ વધીએ તે મને આમ કહ્યું, મારા વડે કરાયું, મેં કર્યું. મારા માટે, મારાથી, મારૂં ને મારામાં, આ સાત વસ્તુમાં જગતને વ્યવહાર છે ને? એ સાતે તે “હું 'ના ઘરના છે ને? પણ હું એટલે કે તેને ખુલાસો કર્યો ? જે કંઈ પ્રયત્ન કરે તે “હુંને ઉદ્દેશીને કરે છે... 5
દરેક ગતિ, જાતિ, વ્યવહારમાં હું, હું અને હું છે. સાતે વિભક્તિનું મૂળ તે હું છે ને તેને ખુલાસે તે હું કઈ ગતિ, કઈ જાતિને છે તે કાંઈ કર્યો?
સર્વગતિ અને સર્વ-જાતિમાં મનુષ્ય ગતિ, મનુષ્ય જાતિ દુર્લભ છે. દેવની ગતિ અને દેવને ભવ સહેલું છે. પણ મનુષ્ય ગતિ અને મનુષ્ય-ભવ દુર્લભ છે. આનું કારણ જે અતિ. બારીકીથી વિચારીએ તે માલમ પડે, બારીકીથી વિચાર ન કરીએ તે મૂળ-તત્વનું સ્વરૂપે ખ્યાલમાં ન આવે, માટે મનુષ્ય ગતિ દેવ ગતિ કરતાં દુર્લભ કઈ અપેક્ષાએ? કઈ રીતિએ? તે વિચાર! જગતમાં જે વસ્તુ વધારે હોય તેને મેળવવામાં મુશ્કેલી ન પડે પણ થડી હોય તે તે પામવામાં મુશ્કેલી પડે. અહિં આગળ મનુષ્ય કરતાં સંખ્યાત ગુણ નારક છે. તેનાં કરતાં અસંખ્યાત ગુણ દેવ છે. સમૂર્ણિમ મનુષ્ય લઈએ અથવા ન લઈએ, એકલા ગર્ભજ ' મનુષ્ય લઈએ તે તે મુઠીભર છે. એટલે કે ઉત્કૃષ્ટ ર૯ આંક જેટલા ગર્ભજ મનુષ્ય હોય છે. ત્યારે હવે વિચારે? દેવની સંખ્યા ઘણી હેવાથી દેવપણું પામવું સહેલું છે. ઓછી સંખ્યા મનુષ્યની હોવાથીતે પામવું મુશ્કેલ છે. જેના ઉમેદવારે ઓછા હોય તેને ચાન્સ વહેલે માળે, દેવ ગતિના ઉમેદવારે પણ ઓછા છે. નારકી મારીને દેવ ન થાય, દેવ મરીને દેવ ન થાય. એકેન્દ્રિયથી માંડીને ચોરેન્દ્રિય સુધીના છ દેવ-ન થાય. અસંજ્ઞી પંચેન્દ્રિય જીવ દેવ ન થાય કે ત્યારે દેવ ભવ ને લાયક કોણ? તે પંચેન્દ્રિય સંજ્ઞી તિર્યંચ અને