________________
આગમત પ્રસંગ જરૂર આવશે – માટે આકાશ એ અભાવ રૂપ નથી તેમજ અનાવરણ રૂપ પણ નથી કારણ કે અનાવરણ એ અવગાહ રૂપ કાર્યમાં પ્રતિબંધક થતું નથી. એટલે કે જ્ઞાનાવરણીય કર્મનું અનાવરણ એ અનંતજ્ઞાનમાં પ્રતિબંધક થતું નથી તે પ્રમાણે અનાવરણ એ અવગાહ સ્વરૂપ કાર્યમાં પ્રતિબંધ કરતું નથી. પરંતુ તેથી આકાશ પોતે જ અનાવરણ રૂપ છે એમ કહેવું તે યોગ્ય નથી.
એ પ્રમાણે અભાવ રૂપ અનાવરણ રૂપ આકાશને માનનારાઓને યુક્તિપૂર્વક પરાસ્ત કર્યા, એટલામાં તૈયાયિક-વૈશેષિક દાખલ થઈને પિતાની માન્યતા રજૂ કરે છે.
સ્પર્શનેન્દ્રિયથી પ્રત્યક્ષ થતા સ્પગુણને આધાર વાયુ દ્રવ્ય છે. રસનેન્દ્રિયથી પ્રત્યક્ષ થતા રસને આધાર જળ દ્રવ્ય છે. ઘાણેન્દ્રિયથી પ્રત્યક્ષ થતા ગંધગ્રહણને આધાર પૃથ્વી દ્રવ્ય છે. ચક્ષુરિન્દ્રિય થી પ્રત્યક્ષ થતા રૂપને આધાર તેજે દ્રવ્ય છે. એ પ્રમાણે રૂપરસ-ગંધ-સ્પર્શ–ગુણેને આધાર અનુક્રમે તે જ પાણ–પૃથ્વી-અને વાયુ છે. પરંતુ શ્રોત્રેન્દ્રિયથી પ્રત્યક્ષ થતા શબ્દને આધાર કઈ દેખાતું નથી. માટે આકાશ હેવું જોઈએ.
એ પ્રમાણે કલ્પના કરી તૈયાયિક શબ્દને ગુણ રાખી તેને આધાર તરીકે આકાશને જણાવે છે.
આ આશયને ટીકાકાર મહર્ષિ અરે શરિંગામા રિતે ઈત્યાદિ પદથી જણાવી પછી યુક્તિ પુરઃસર તે મંતવ્યને નિરાશ કરે છે.
નૈયાયિક શબ્દ છે લિંગ જેનું એવું આકાશને જાહેર કરે છે.
શબ્દાત્મક લિંગ વડે આકાશ અનુમાન કરવા લાયક છે. એટલે શબ્દ એ લિંગ છે. અને આકાશ લિંગી છે. શબ્દ એ લક્ષણ છે અને આકાશ લક્ષ્ય છે એમ પ્રતિપાદન કરે છે અને તે પ્રતિપાદનમાં શબ્દ અને આકાશનું ગુણ-ગુણસંબંધપણુએ રહેવાનું અર્થાત શબ્દ એ ગુણ છે અને આકાશગુણી છે એમ કથન કરે છે પરંતુ તે વસ્તુ અગ્ય છે.