________________
શ્રી વર્ધમાન સ્વામિને નમઃ
છે
એ... મા...રી...વા.....ત
$
શ્રી દે ગુરુકૃપાએ આગમ-પારગામી બહુશ્રુત સૂરિપુંગવા ધ્યાનસ્થ સ્વર્ગ ૧ પૂ. આગામોદ્ધારક આચાર્યદેવશ્રીના વિશાળ સાહિત્ય સમુદ્રને પુસ્તકાકારે ગાગરમાં ભરવારૂપે મહદ્ભગીરથ કાર્ય સ્વ. પૂ. ગચ્છાધિપતિ આ. શ્રી. માણેકસાગરસૂરિમ. ની વરદ-આશીર્વાદભરી પ્રબળ પ્રેરણા અને કૃપાથી અમારી શકિ–ગજા ઉપરાંતનું પણ કરી શકવા સમર્થ બન્યા છીએ, એ અમારા પરમ સૌભાગ્યની વાત છે.
જે બધાના ઉપર કળશ ચડાવવા રૂપે હાથના લખેલ કાગળમાં વેરવિખેર અટાયેલું પૂ. આગમેદારકશ્રીનું વ્યાખ્યાન-સાહિત્ય અને બીજું પણ પરચુરણ તાત્વિક–સાહિત્ય આદિના અભૂતપૂર્વ ખજાના તુલ્ય “આગમત સૈમાસિકનું પુસ્તકાકારે પ્રકાશન અમારે માટે ખૂબ જ ગૌરવ લેવા જેવું છે.
આ બધા પાછળ અમારી ગ્રંથમાળાના આદ્ય પ્રેરક પૂ. આગામે દ્ધારક આચાર્ય દેવશ્રીના લધુતમ બાળ-શિષ્ય કર્મગ્રંથાદિ-સાહિત્યના અઠંગ જ્ઞાની પૂ. પં. શ્રી સૂર્યોદયસાગરજી મ. શ્રીની બહુમુખી પ્રેરણુએ કામ કર્યું છે, એમ અમારી શક્તિઓ જોતાં લાગે છે.