________________
૧૬
આગમત
તેને અંગે આવતા કર્મના રોકાણ રૂપ સંવર અને આવેલા કર્મના નાશરૂપ નિર્જરા સ્વરૂપ છે.
તેથી પરમ કૈવલ્યને ધારણ કરનારા મહાત્માઓથી તે ધર્મ જાણી શકાય છે.
આથી જગતના તારક અને ઉદ્ધારક મહાપુરૂષને સર્વ . પદાર્થોનું જ્ઞાન હોવું અનિવાર્ય છે અને તેથી જેનદર્શનમાં
અરિહંત ભગવાનને પરમેશ્વર માનતાં પહેલાં સર્વજ્ઞપણને ગુણ આગળ કર્યો છે.
પ્ર. ૯ શ્રી અરિહંત પરમાત્માના અરિહંતપણાને નમસ્કાર કરવાને બદલે આપણે એમની ઠકુરાઈને, એમના ભગવાનપણાને શા માટે નમસ્કાર કરીયે છીયે?
ઉ. લક્ષણ બે પ્રકારનાં છે એક આત્મભૂત લક્ષણ અને એક અનાત્મભૂત લક્ષણ અથવા સાંગિક લક્ષણ
એક ચહેરે દેહને ઓળખાવનાર સ્વાભાવિક લક્ષણ છે. જ્યારે ટેપી એ અનાત્મભૂત અથવા સાંગિક લક્ષણ છે.
એ પ્રમાણે મેહને સર્વથા વિનાશ કરે, કેવળજ્ઞાન પ્રાપ્ત કરવું, સર્વભાષામાં પરિણામ પામનારી જનગામિની ભાષા બેલવી અને જ્યાં જયાં બોલવાનું હોય ત્યાં ત્યાં સમવસરણ આદિની રચના થવી વિગેરે શ્રી અરિહંત પરમાત્માનાં આત્મભૂત લક્ષણે છે, જ્યારે અટપ્રાતિહાર્યો એ ભગવંતને ઓળખાવનારાં બાહ્ય સાંગિક લક્ષણ છે.
હવે બાહ્ય દષ્ટિવાળા બાળજીને અરિહંતપદની મહત્તા સમજાય માટે અષ્ટ પ્રાતિહાર્યયુક્ત અરિહંત પરમાત્માની ભકિત, કરવાની છે. અને ક્રમશઃ પછી તેમના અરિહંતપણાના હાર્દને. પહોંચાય છે.