________________
પુસ્તક ૨-જુ સૂર્યોદય થાય તે પૂર્વ દિશા ઈત્યાદિ વ્યવહાર માની આકાશ દ્રવ્યથી દિશા દ્રવ્યની જુદી કલ્પના ન કરવી, એજ ચગ્ય છે. આકાશ પ્રદેશે વિશિષ્ટ આકારમાં ગોઠવાયા પછી પૂર્વ દિશા વગેરે વ્યપ દેશને પામે છે. આકાશ સિવાય દિશાઓની તસ્વરૂપે (દિશા સ્વરૂપે) પ્રાપ્તિ થઈ શકતી જ નથી.
- એ પ્રમાણે “નિત્ય સ્થિત” એ બેને અર્થ કર્યો પછી હવે ચવાણ ને અર્થ કરે છે. અને એ શબ્દના ગ્રહણથી ધમસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને જીવનમાં અમૂર્ત પણું જણાવાય છે અર્થાત્ એ ચારે દ્રવ્ય અરૂપી છે.
હવે અમૂર્ણપણું એટલે શું? તે જણાવાય છે કે રૂપ-રસગંધ-અને સ્પર્શના જે પરિણામે તે પરિણામે પૂર્વેત ચારે દ્રવ્યમાં ન હોવાથી એ ચારે દ્રવ્યનું અમૂર્ત પણું છે.
કેટલાક નિત્યાવસ્થિત એ પદને અર્થ કરે છે–ધમસ્તિકાયાદિ પાંચે દ્રવ્ય નિત્ય છે અને અવસ્થિત છે ત્યાર પછી પાળ એટલે પૂર્વે જણાવેલા ધર્માદિ દ્રવ્ય રૂપ રસ વિગેરે સિવાયના હેવાથી અરૂપી છે. જુદા વાક્યો કરવાથી તાત્પર્ય શું? જણાવ્યું કે નિત્ય પણું અને અવસ્થિતપણું તે પચે દ્રામાં છે જ્યારે અરૂપીપણું તે ચાર દ્રવ્યમાં જ છે.
હવે ટીકાકાર પિતાને આશય જણાવે છે કે, પૂર્વોક્ત અર્થ તે એક પેગથી એટલે વાક્ય તરીકે વિભાગ ન કરવાથી પણ થઈ શકે છે, કારણ કે અરૂપ પદના ગ્રહણથી જ્યાં સંભવ હશે ત્યાં તે પદને સંબંધ થશે, અથવા તે મHrણ એ પદથી પાંચમાં અરૂપી પણાનું નિવારણ કરવા માટે આગળ જ અપવાદ કહેવાનું છે. એટલે ઉત્સર્ગથી અપવાદ બલવત્તર હોવાથી તે પહેલાં લાગશે. વાક્ય જુદું કરવાથી આ અર્થ આવી શકશે નહિ. માટે વાય વિભાગ કરવાની વાંછા ફેગટ છે. અર્થાત્ અખંડ સૂત્ર રાખવું એજ ઈષ્ટ છે.