SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ આગમત પ્રશ્ન-ઉપર કહ્યા પ્રમાણે સમુદાયવાચી કાય શબ્દને સંબંધ કાળની સાથે નહિં હોવાથી કાળ એ ઉત્પાદ અને વિનાશ વિનાને થશે, કારણ કે સમુદાય હોય ત્યાં જ આવિર્ભાવ- તિભાવ અથવા ઉત્પાદ–વિનાશ થાય છે જે ઉપર જણાવવામાં આવેલ છે. અને પ્રથમ સિદ્ધ કરવા મુજબ ઉત્પાદ-વિનાશના અભાવે ધ્રૌવ્ય પણ રહેશે નહિં, એથી કાળ દ્રવ્ય સંબંધી આ ચાલતું સમગ્ર વર્ણન દેડકાની જટાના સમૂહને કેશને અલંકાર કરવા જેવું, વધ્યાપુત્ર સરખું અથવા આકાશ પુષ્પની માળા સરખું વસ્તુ વિનાનું નિરાલંબન થશે. કારણ કે આગળ જ કહેવાના છે કે ઉત્પ––ઘી– યુ ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય યુક્ત જે હોય તે જ સત્ છે એ ત્રણ જેમાં નથી તેવું જગતમાં કઈ સત્ દ્રવ્ય છે જ નહિં. ઉત્તર-સમુદાયવાચી કાય શબ્દથી જે આક્ષિત હોય તે જ દ્રવ્ય ઉત્પાદ–વિનાશવાળું હોય એ કેઈ નિયમ નથી, કારણ કે દ્રવ્યમાં સ્વભાવ સિદ્ધ ઉત્પાદ–વિનાશને કાય શબ્દ પ્રગટ કરે છે પરંતુ દ્રશ્યમાં ઉત્પાદ વિનાશ હતા જ નહિં અને કાય શબ્દના સામીપ્યથી ઉત્પાદ–વિનાશ નવીન ઉત્પન્ન થયા તેવું કાંઈ નથી. માટે જ્યાં કાય શબ્દનું ગ્રહણ નથી ત્યાં (તે દ્રવ્યમાં) પણ ઉત્પાદ વિનાશ સહજ સિદ્ધ છે. અને પ્રૌવ્ય એ ઉત્પાદ વિનાશનું સહચારી હોવાથી ધ્રુવપણું પણ અવશ્ય છે. એ બધું અમે દ્રવ્ય વર્ણનના પ્રસંગમાં કહીશું. યા એ ભાષ્યની પંક્તિમાં જે શબ્દનું ગ્રહણ કર્યું છે તે કારણના સમુચ્ચય માટે છે એટલે કાયગ્રહણ અવયવ અને પ્રદેશના બહુત્વ માટે તેમજ અદ્ધા સમયમાં સમુદાયના પ્રતિષેધ માટે ગ્રહણ કરેલ છે. એ બને કારણના સમુદાય માટે જ શબ્દનું ગ્રહણ કર્યું. પ્રશ્ન:-પ્રથમ ધર્માસ્તિકાય પછી અધર્માસ્તિકાય ત્યાર બાદ આકાશાસ્તિકાય એમ કમ રાખવાનું શું પ્રજન છે? ઉત્તર-ગ્રંથના પ્રારંભ વિગેરે મગળ કરવા યોગ્ય સ્થાનમાં
SR No.540013
Book TitleAgam Jyot 1977 Varsh 13
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1978
Total Pages188
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy