SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ મહામેરુના ભાર ઉપાડવાની શક્તિ નહિં છતાં ભક્તિ-બળે શરૂ કર્યું હતું. દેવ-ગુરુની અચિંત્ય કૃપાથી આજે તેનું તેરમું વાર્ષિક પુસ્તક પ્રકાશિત થઈ રહ્યું છે. આગમિક ગહનતમ તાત્વિક પદાર્થોને ખૂબ સરળ શૈલીમાં છણાવટ પૂર્વક સમજાવનાર આ આગમળેત ચતુવિધ શ્રી સંઘને તવદષ્ટિ કેળવવામાં ખૂબ જ ઉપયેગી બનશે. એવી મારી ઊંડી શ્રદ્ધા છે. આવા મહાતાત્વિક અર્થ–ગંભીર મહાગ્રંથન સંપાદનનું સૌભાગ્ય આ સેવકને પાત્રતા નહીં છતાં પરમકરુણાલુ પૂ. સ્વ. ગચ્છાધિપતિશ્રીની મંગલદષ્ટિ અને અસીમ વરદ આશિષ એળે સાંપડયું છે. યથાશક્તિ, યથામતિ ખૂબ જ સાવધાની રાખી સવ–પરહિતની દષ્ટિએ આ મહાગ્રંથનું સંપાદન સફળ રૂપે થવા પામ્યું છે, તે બદલ સ્વ. પૂ. આગમ-જ્યોતિર્ધર મહાપુરુષની મંગળ કૃપાને પરમશ્રેષ્ઠ હેતુ રૂપે અનુભવથી માની પૂ. આગમેદ્ધારકશ્રીના ચરણે ભાવભરી વંદના પાઠવું છું. વર્તમાન કાળે શ્રમણ-સંઘમાં ગડશિક્ષાની વિકૃતિ તથા આસેવન-શિક્ષાની મંદતાને લઈને તાત્વિક અભ્યાસી કે આમિક પદાર્થોના અભ્યાસી કે વિચારની સંખ્યા આંગળીના વેઢે ગણાય તેટલી જણાય છે. આજના દીક્ષિત થનારા શક્તિસંપન્ન પૂ. સાધુ-સાધ્વીઓ મોટે ભાગે પરકલ્યાણ અને શાસન-પ્રભાવનાના ક્ષણિક વ્યામોહમાં ભૌતિકવાદી ખેંચાણથી ક્ષણજીવી–લાની પાછળ શક્તિને અપવ્યય કરી રહ્યાનું જોવા મળે છે. તેઓના વડીલે આગમાભ્યાસ કે સંયમી-જીવનના પાયા
SR No.540013
Book TitleAgam Jyot 1977 Varsh 13
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1978
Total Pages188
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy