________________
૧૯
પુસ્તક ૧-લું છે કે જે કઈ પ્રતિમાપ્રતિપન્ન હોવાને લીધે પિતાના કુટુમ્બને માટે પણ આરંભ ન કરે. તેવા ભાગ્યશાળીને જિનબિંબાદિની પૂજાદિનું પણ વિધાન ન હોય.
કહેલું છે કે-જે પુરૂષ શરીરાદિકને માટે છ-કાયની હિંસામાં પ્રવર્તે છે, તે પુરૂષે જિનેશ્વરમહારાજની પૂજામાં છ-કાયના જીવને વધ થાય છે, એમ સમજીને ન પ્રવતે તે ખરેખર અભિનિવેશમેહનીયને ઉદય છે એમ સમજવું.
કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચંદ્રસૂરિજી મહારાજ ફરમાવે છે કે આ ક્ષેત્રની બાબતમાં વિસ્તારથી સર્યું, અર્થાત્ ઘણે વિસ્તાર થઈ શકે તેમ છે પરંતુ ગ્રન્થના વિસ્તારના ભયથી આ વિષયને વિસ્તાર કરતા નથી.
અન્ય આચાર્યો અન્ય ગ્રન્થમાં-ભૂતિ ક્ષેત્ર માટે શું ફરમાવે છે?
ઉપર જણાવ્યા પ્રમાણે શ્રીરાયપાસેણી, જબૂદ્વીપ-પ્રજ્ઞપ્તિ, જીવાભિગમ અને શ્રીાતાસૂત્ર વિગેરે મૂળ આગમને અનુસાર ચૈત્યેની એટલે ભગવાન તીર્થંકર મહારાજની મૂતિ અને તેઓના મંદિરની અનાદિકાળથી હયાતી અને તેની પૂજ્યતા જણાવવામાં આવી છે, અને તે મૂતિ અને મંદિરરૂપી ક્ષેત્રની સાતક્ષેત્રમાં ક્ષેત્ર તરીકેની ઉપયોગિતા જણાવવા માટે કલિકાલસર્વજ્ઞ પૂ. પા. શ્રી હેમચંદ્રસૂરિજીએ રચેલા શ્રીગશાસ્ત્રની સાક્ષી આપીને તે ક્ષેત્રતરીકે તેની બનાવવાની સામાન્ય સ્થિતિ જણાવી છે. અને જેવી રીતે કલિકાલસર્વજ્ઞ પૂ.પા. શ્રી હેમચંદ્રસૂરિજી તે મંદિર અને મૂર્તિ બનાવવાને માટે જણાવેલું છે, તેવી જ રીતે મૂળશુદ્ધિગ્રન્થમાં આચાર્ય મહારાજ શ્રી પ્રદ્યુમ્નસૂરિજી, શ્રીશ્રાદ્ધવિધિમાં આચાર્ય મહારાજશ્રીરત્નશેખરસૂરિજી તથા શ્રીધમ સંગ્રહમાં ન્યાયાચાર્ય મહોપાધ્યાયજી શ્રીયશોવિજ્યજી તથા ઉપાધ્યાય શ્રીમાન વિજયજીએ તેને અનુસરતું મંદિર અને મૂર્તિના ક્ષેત્રની ઉત્પત્તિને માટે મુખ્યતાએ વિવેચન કરેલું છે.