SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ આગમત કરોડપતિ ને પણ તેની ખરી મિલ્કત તે રેકડા કહેવાય કે જે આપત્તિના સમયમાં ઉપયોગમાં આવે, તેવી રીતે ચૌદપૂર્વ આદિ ચાલુ વહીવટની મિલ્કત સમજવી, મરણરૂપ ભીડ હોય તે વખતે શ્રી નવકાર જ ખરી મિલકત છે! - પ્ર. મંત્ર ઉત્તર સાધક વિના સાધી શકાતું નથી, પંચપરમેષ્ઠી નમસ્કાર એ મહામંત્ર છે તે તેની સિદ્ધિ માટે ઉત્તરસાધક કેણ? વર્ષ ૧ પૃ. ૧૦૫ ઉ. નવકાર મંત્રમાં દેવ ગુરૂ અને ધર્મતત્વને સમાવેશ થાય છે, દેવતત્વ પૂર્ણ છે. હવે દેવતત્વના આધારે સંપૂર્ણ–દશા પ્રાપ્ત કરવી એગ્ય હોવા છતાં સાધક-પ્રવર્તકના અભાવે મંત્રની સિદ્ધિ નથી થતી. કોઈ કહેશે કે આવતા વિષ્મને ઉત્તર-સાધકની અપેક્ષા રાખ્યા વિના આત્મશક્તિથી પોતે જ દૂર કરવા જોઈએ પણ આમાં આંતરિક વિદનેને જય થઈ શકે, પરંતુ બહારના વિનેને દૂર કરવા જ ઉત્તર સાધક જોઈએ દા.ત. મિથ્યાત્વ તરફથી થયેલા આક્ષેપે તેમના પરિચયથી શ્રદ્ધાનું ડેળાવું અને આરંભાદિક પ્રવૃત્તિથી થતી ચંચળતા. - આ બધા વિદનેને દૂર કરનારા તે આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ ઉત્તરસાધક છે. દુનિયામાં મિથ્યાત્વ, અવિરતિ, આરંભ આદિના આક્રમણે તે અહર્નિશ ચાલુ જ છે, એમાંથી આપણું વિધાન કરી બચાવ કરનારા તે આચાર્ય, ઉપાધ્યાય, સાધુ સ્વરૂપ ઉત્તરસાધક છે સાધુના સમાગમ વિના ઉત્કૃષ્ટ શ્રાવક પણ મિથ્યાત્વ પામે, નંદન મણિયાર સમક્તિયુકત બારવ્રતધારી શ્રાવક હતે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી સાધુને સમાગમ બંધ થવાના પરિણામે આખરે તે મિથ્યાત્વમાં ગયો.
SR No.540013
Book TitleAgam Jyot 1977 Varsh 13
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1978
Total Pages188
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy