SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ આગમત દેવ તે બે પ્રકારના માનવાજ રહ્યા-નિરાકાર સિદ્ધ અને સાકાર અરિહંત ! - સાકાર-અરિહંત ધર્મની પ્રરૂપણ કરે છે. અને નિરાકાર સિદ્ધને ખ્યાલ કરાવે છે. - હવે સમજાશે કે એકલું દેવ તત્વ રાખવામાં આવે તે તેના બે સ્વરૂપને ખ્યાલ ન આવે. દેવતત્વના પ્રરૂપકે ગુરૂતત્વમાં બિરાજે છે. જૈન શાસનરૂપ હાઈસ્કૂલમાં હેડમાસ્તર તરીકે આચાર્ય ભગવંત, શિક્ષક તરીકે ઉપાધ્યાય ભગવંત અને વિદ્યાર્થી તરીકે સાધુ ભગવંત હોય છે. શ્રી અરિહંત પરમાત્માના તત્વને અમલમાં મુકનારાઓ આચાર્ય–ઉપાધ્યાય અને સાધુ પરમેષ્ઠી પદોમાં શ્રી નવકાર મહામંત્રમાં સુશોભિત છે. 1 કપડા માત્ર પલટાવવાથી આચાર્ય. ઉપાધ્યાય અથવા સાધુ થઈ જતા નથી, તેમ સાધુવેષ વગરનાને પણ સાધુ કહી શકાતા નથી. એ તે ગુરૂ પણાના ગુણ અને સાધુવેશની છાપ હોય ત્યારે ગુરૂ પદના અધિકારી કહેવાય. એકલે ગુરૂ શબ્દ આ બધે ખ્યાલ કરાવી શકતું નથી. તેવી જ રીતે ધર્મમાં સમજવું. માટે દેવ-ગુરૂ-ધર્મને નમસ્કાર ન કરતાં અલગ અલગ પદેને નમસ્કાર કરવાના છે! પ્ર. એકલા નવકાર ગણવાથી શું ફાયદો? વર્ષ-૧ પૃ. ૧૦ દેવદત્ત નામના મનુષ્યને દેવદત્ત કહીને દરરોજ કેટલીય વખત બોલાવાય છતાં તેને કંટાળો નથી આવતું, કારણ કે પિતાનું નામ દેવદત્ત જ હોવાથી કે તેને તે રીતે બોલાવે છે, જ્યારે આ સંસ્કાર બરાબર દઢ થાય છે ત્યારે ઊંઘમાંથી ઉઠીને પણ જવાબ અપાય છે.
SR No.540013
Book TitleAgam Jyot 1977 Varsh 13
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1978
Total Pages188
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy