SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ પુસ્તક ૩-જુ તે એટલી બધી જબરજસ્ત છે કે રૂપીયા કરતાં વ્યાજ વહાલું લાગે એવી દશા થાય છે. ઇન્દ્રિના પ્રભાવે તેના વિષયે તરફ અને તે વિષયના સાધન તરફ જીવ તનતોડ પ્રયત્નવાળે થાય છે, અને તેના માટે આખી જીંદગી ગુમાવે છે. એવી રીતે દરેક સંસારી જીવ દરેક ભવમાં અનેક પ્રકારના આહારે કરીને શરીર, ઈન્દ્રિય અને તેને વિષયના સાધનો એકઠાં કરે છે, પણ પિતાનાં હજાર જન સુધી કરેલા શરીરે જે કે હજારો વર્ષો સુધી મહેનતનું પરિણામ હોય છે, છતાં તે શરીરે, તે ઇંદ્રિય, તે વિષયે અને તેનાં સાધનેને એક સમય કે જેના બે હિસ્સા પણ કલ્પી શકાય પણ નહિ, તેવા બારીક વખતમાં છોડી દઈને પુનર્ભવમાં સિધાવવું પડે છે. એટલે ટુંકાણમાં કહીયે તે આ જીવને દરેક ભવમાં આ ધંધે મેળવવું અને મહેલવું. દરેકભવમાં નવા નવા શરીરાદિકે મેળવે અને દરેક ભવમાં મૂકી દે, આગલે ભવે તે ખાલીને ખાલી પ્રવાસ કરે. એટલે કહેવું જોઇએ કે અણઘડ બાઈને અંગે તે એમ કહેવાય છે કે, “હાથમાં નહિં કેડી અને ઉભી બજારે દેડી” પણ આ જીવ તે તેથી પણ નપાવટ છે, કેમ કે અનંતા –અનંત જન્મ સુધી મેળવી મેળવીને તેણે મેલ્યાં જ કર્યું તે પણ હજુ આ જીવને સમજણ પડતી નથી. અને ઉપર જણાવેલી ચક્ષુની દષ્ટિની રીતિએ બાહ્યદષ્ટિ થઈને તે માત-પિતાદિક અને આહારાદિકમાં જ લીન રહે છે, પરંતુ જેમ આરિએ આગળ ધરનારે મનુષ્ય પોતાની ચક્ષુથી પિતાના નેત્રના વિકારને સ્પષ્ટપણે જોઈ શકે છે, તેવી રીતે આ જીવ અનાદિકાલથી બાહ્યદષ્ટિવાળે છતાં પણ કઈક એવા મહાપુરૂષના વચનરૂપી આગમના આરિસામાં પોતાના આત્માને જુએ તે તે ખરેખર બાહ્યદષ્ટિના સ્વભાવાવાળે છતાં પણ અંતર્દષ્ટિવાળે થઈ શકે છે. - આટલા વિચારથી આત્માને અંતષ્ટિ થવા માટે તીર્થકરભગવાનના વચનરૂપી આગમ આરિસાની જરૂર જરૂર છે એમ નક્કી થયું. ધ્યાન રાખવું કે ચઉદ રાજકમાં દરેક ભવે બાહપુદ્ગલે
SR No.540013
Book TitleAgam Jyot 1977 Varsh 13
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1978
Total Pages188
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy