________________
૪૩.
પુસ્તક ૨-જુ કારણ કે જે પરિમિતપણું હોય તે વિશિષ્ટ આકારવત્તા આવી શકે, અન્યથી અપરિમિતપણામાં વિશિષ્ટ આકારવત્તા આવી શકતી નથી.
બીજા આચાર્ય કહે છે કે-રૂપ શબ્દ નીલ વગેરે વર્ણવાચક છે, અને લાંબુ, ચોરસ વિગેરે સંસ્થાનનું પ્રતિપાદન કરનાર પણ છે, તે અહિં સંસ્થાન–આકારનું પ્રતિપાદન કરનાર આ શબ્દનું ગ્રહણ કરનાર લે. તેથી જે રૂપ શબ્દ સંસ્થાનના સ્વીકારને આવિર્ભાવ કરે છે, તે શબ્દને સ્વીકાર કરીને આચાર્ય ભગવંતે કહ્યું કે સ્ત્ર મૂર્તિ એવા પ્રકારની મૂર્તિને આધારે રહેલા સ્પર્શ વિગેરે કઈ દીવસ સંસ્થાનવિનાના હોઈ શકતા નથી, જે સ્પર્શ વિગેરે સંસ્થાન વિનાના હોય તે વંધ્યાપુત્ર, આકાશકુસુમ, મંડૂકશિખા વગેરે સરખા સ્પર્શ થાય.
આ પ્રમાણે રૂપ શબ્દને આકાર અર્થે કરવાવાળા આચાર્યોના મતમાં પણ દેષ આવે છે. તે કહે છે –
આ પક્ષમાં ધર્મ અધમ, વિગેરે દ્રવ્યને લેક પ્રમાણ આકાર હોવાથી તે અમૂર્ત દ્રવ્યમાં પણ રૂપવત્તાને પ્રસંગ પ્રાપ્ત થશે, માટે આકાર એ રૂપ શબ્દને અર્થ એગ્ય નથી, તેથી રૂપ એ જ મૂતિ હે ! પરંતુ આકાર મૂતિ નથી. જે એમ થાય તે ફક્ત ગુણ જ શબ્દને વિષય થયે. માટે રૂપ જ મૂતિ નથી.
ઉત્તર કહે છે કે દ્રવ્યાસ્તિકનયની અપેક્ષાએ આ પ્રસંગે બધું નિરૂપણ થાય છે. જે પ્રથમ જણાવેલ છે, તે શું એટલીવારમાં ભૂલી જવાયું? એ રૂપાદિ ગુણે મૂર્તિથી કાંઈ જુદા કરેલા નથી તે જ મૂતિ દ્રવ્ય સ્વભાવવાળી છતાં ચક્ષુની ગ્રહણતાને માનીને આ રૂપ છે એમ વ્યપદેશ પામે છે.
એક કાળી ડબીને દેખીને કઈ કહે કે-આ કાળાશ છે, તેમાં તે ડબીથી કાળાશ જેમ જુદી નથી, પરંતુ ચક્ષુથી કાળાશનું ગ્રહણ થતું હોવાથી આ કાળાશ છે એ વ્યપદેશ થાય છે, તે પ્રમાણે રૂપની ચક્ષુથી ગ્રહણતા હેવાથી મૂતિમાં આ રૂપ છે એ વ્યપદેશ થાય છે. એથી જ મૂર્તિ અને રૂપાદિકનું નિકૃષ્ટસહચરપણું