________________
પુસ્તક ૩-જુ
અર્થાત્ ઈન્દ્રિય અને મન દ્વારા જગતના સ્પર્શાદિક અને સ્વપ્નાદિક પદાર્થોને બેધ જે પ્રગટ થાય, તેને મતિજ્ઞાન તરીકે ગણવામાં આવે છે,
જગતમાં પ્રસરતા ભાષાના શબ્દોને સાંભળીને તે ભાષા શબ્દથી જે તેના વચ્ચેની સમજણ પ્રગટ થાય તેને શ્રતજ્ઞાન કહેવામાં આવે છે.
ઈન્દ્રિય અને મનની મદદ વગર પણ અંતમુહૂર્ત જેવા દીર્ઘકાળ દૂર રહેલી પણ બાહ્ય વસ્તુને જણાવનારૂં જે જ્ઞાન થાય તેને અવધિજ્ઞાન કહેવામાં આવે છે, આ જગતમાં વર્તતા વિચારવંત પ્રાણીઓના વિચારોને જ માત્ર જાણી શકાય તેમાં ઈન્દ્રિય અને મનની જરૂર ન પડે. પરંતુ અંતમુહૂર્ત જેવા દીર્ઘકાળે જ વિચારે જાણી શકાય. એવી સ્થિતિને મન પર્યવજ્ઞાન કહેવામાં આવે છે,
જે જગતમાં રૂપી કે અરૂપી, ભૂત, ભવિષ્ય કે વર્તમાન, દર કે નિકટ, દ્રવ્યરૂપ કે પર્યાયરૂપ, કોઈપણ પદાર્થને બારીકમાં બારીક કાળ જે સમય નામને છે. તેવા દરેક સમયે જાણવા અને દેખવાનું સામર્થ્ય કેવલજ્ઞાનમાં હોય છે અને તેથી તે કેવલજ્ઞાનને ધારણ કરનારે સર્વદ્રવ્ય, સર્વક્ષેત્ર, સર્વકાળ અને સર્વભાવને જાણનારો ગણાય છે,
એવી રીતે જ્ઞાનના પાંચ વિભાગે જૈન શાસ્ત્રકારોએ જણાવેલા છે. વાચકોએ ધ્યાન રાખવું કે કેવલજ્ઞાન કે તેની સાથે ઉત્પત્તિને નિયમિત સંબંધ ધરાવનાર એવું પરમાવધિ કે વિપુલમતિ મનઃપર્યાય તેને છેડીને બાકીના કેઈપણ જ્ઞાન સર્વકાળને માટે અપ્રતિપાતી હોઈ શકે નહીં અને પરમાવધિ તથા વિપુલમતિ મન:પર્યવ જ્ઞાન પણ કેવલજ્ઞાનને ઉત્પન્ન કરવાથી સ્વ-સ્વરૂપ રહી શકતા નથી.
એટલે કહેવું જોઈએ કે સર્વજ્ઞાનમાં જે અનંતપણે અક્ષયપણે અને એક સ્વરૂપે સર્વકાળ ટકી શકવાની સ્થિતિ ધરાવતું હોય તે