________________
શ્રી વર્ધમાન સ્વામિને નમ:
શિકાગ થો
વર્ષ ૧૨
વીર નિ. સં.
ज्ञानं स्वपरावभास ૨૫૦૩
જેન–શાસનમાં વિ. સં.
જ્ઞાનનું સ્વરૂપ છેપુસ્તક ૭૩૩
ભગવાન જિનેશ્વર મહારાજના શાસનમાં આત્માને જ્ઞાનસ્વરૂપ એટલે જ્ઞાનમય માનવામાં આવેલું છે, પણ જેનેતર દર્શનેમાં આત્માને જ્ઞાનસ્વરૂપ કે જ્ઞાનમય માન્ય નથી. પરંતુ જ્ઞાનના આધાર ભૂત માન્ય છે.
આવી રીતે આત્માના સ્વરૂપને અંગે જ ભિન્નતા હોવાને લીધે જૈનદર્શનકાર જ્યારે આત્માની મુક્ત-દશા થાય છે, ત્યારે પણ આત્મામાં કેવળજ્ઞાન રૂપી ગુણની હયાતી માને છે.
અન્ય-દર્શનેમાં જ્ઞાનને આત્માનું સ્વરૂપ કે સ્વાભાવિક ગુણ ન માનેલે હોવાથી તેઓને આત્માની મુક્તદશામાં જ્ઞાન માનવાને અવકાશ રહેતા નથી, અથાત્ અન્ય-દર્શનકારેના મુદા પ્રમાણે મુક્તિને પ્રાપ્ત થતા આત્મામાં જ્ઞાન હોતું નથી, રહેતું નથી, અને રહે પણ નહિં.
અન્ય દર્શનકારોએ ઈન્દ્રિય અને પદાર્થના સંગથી જ્ઞાનની ઉત્પત્તિ થાય છે. અને તે આત્મામાં સમવાય-સમ્બન્ધથી રહે છે,