________________
૧૦
આગમજ્યોત
આ વસ્તુ ભાષ્યકાર મહારાજા સત્રના અવયને અર્થ કરવા પૂર્વક સ્પષ્ટ કરે છે ફેતિ ,
સૂત્રમાં આપેલે તદ્ શબ્દ પત૬ શબ્દના અર્થમાં છે. એટલે ગયા સૂત્રમાં જે સમ્યગદર્શનની વાત કરી હતી, તે સમ્યગદર્શન નિમિત્ત બે પ્રકારનું હોવાથી બે પ્રકારનું છે. નિસર્ગ સમ્યગ દર્શન ત્થા અધિગમ સમ્યગદર્શન
તેમાં પરના ઉપદેશ સિવાય જ તથાભવ્યત્વ—દશાને પરિપાક થવાથી થયેલા કર્મને ઉપશમથી ઉત્પન્ન થતું જે સમ્યગ દર્શન તે નિસર્ગ સમ્યમ્ દશન કહેવાય, અહિં નિસર્ગને અર્થ સામાન્ય રીતિએ જે સ્વભાવ થાય છે, તે અથવા જેને દુનિયા કુદરત કહે છે તે લેવાનું નથી, પરંતુ ઉપર જણાવ્યા મુજબ તથાભવ્યત્વદશાને પરિપાક, ભવિતવ્યતાને ગ જે કે અમુક અવસરે જ્ઞાનીની દષ્ટિએ જે કઈ પણ બાદાનિમિત્ત વિના થવાને છે– તે અર્થ લેવાને છે.
જે તે પ્રમાણે ન લેવામાં આવે અને સ્વભાવ અથવા કુદરતને નિસર્ગ પદથી ગણવામાં આવે તે આત્માને અનાદિ શુદ્ધ માનવાને પ્રસંગ આવી જાય, જે વસ્તુ બારીકાઈથી વિચારતાં સમજી શકાય તેવી છે.
આવું નિસર્ગ સમ્યગ દર્શન મરૂદેવા અથવા અતીર્થ સિદ્ધ વિગેરે કોઈકોઈ આત્મામાં મલી આવે.
પરના ઉપદેશથી (અથવા જાતિસ્મરણાદિ) બાહ્ય-નિમિત્તની અપેક્ષા દ્વારા થતા કર્મના ઉપશમાદિ વડે જે સમ્યગ્ર દર્શન થાય તે અધિગમ સમ્યગૂ દશન કહેવાય.
આથી તત્ત્વ એ થયું કે નિસર્ગ–સમ્યગૂ દર્શનમાં જેમ તથા ભવ્યત્વને પરિપાક વિગેરે અંતરંગ કારણ સિવાય બીજા કોઈ પણ બાહ્ય કારણની અપેક્ષા નથી. તે પ્રમાણે આમાં નથી, આ અધિગમ