________________
તેમના પારગીસમાવિત્રપુરના
પુસ્તક રજુ એટલે ભગવાન તીર્થંકરની દીક્ષાના તપનું જ અનુકરણ કરવું એમ નહિ, પરંતુ તેમના પારણાનું અનુકરણ પણ કર્તવ્ય છે, એમ પૂ. આ. શ્રી હરિભદ્રસૂરિજી તપનામના ઓગણીસમા પંચાશકમાં જણાવે છે.
ભગવાન જિનેશ્વર મહારાજ જેવા પવિત્ર પુરૂષોના વર્તનના અનુકરણને અનુચિત માનનારા વર્તમાનકાલમાં ભગવાનના વર્ષીતપને અનુસરીને વષતપ કરવાનું કયા આધારે રાખતા હશે ? વળી વર્ષીતપના પારણે રસ વાપરવાની પ્રવૃત્તિ તે ખરેખર અત્યંત મુંઝવનારીજ થઈ પડશે.
જો કે શક્તિ રહિત કાર્યનું અનુકરણ કરવું અગર આચરણ ઉડાવીને અનુકરણ કરવું એ શાસ્ત્રની શ્રદ્ધાવાળાને માટે ઈષ્ટ હેતું જ નથી અને હોય પણ નહિં, પરંતુ જેઓએ સર્વથા અનુકરણનેજ નિષેધ કરે છે, તેઓના મતે વષીતપ કરવાનું તથા વષીતપનું પારણું નિયમિત દિવસે (વૈશાખ સુદી ત્રીજે) કરવાનું અને તે પણ ઈશ્કરસથીજ કરવાનું તે અનુકરણ નહિં માનવાને લીધે બને જ નહિ.
વળી તેઓના મતે ચૈત્રવદિ આઠમથી વર્ષીતપની શરૂઆત અને વૈશાખ સુદ ત્રીજે વષીતપની પૂર્ણાહુતિ એ બેનું સર્વથા અગ્યપણું ગણાય તે પછી વૈશાખ સુદિ ત્રીજના વષીતપનું પારણું કરતાં શેલડીને રસ વાપરે એ તે સ્વપ્ન પણ ગ્ય હોયજ શાને? પરંતુ શ્રીપંચાશકચ્છના તપપંચાશકમાં તીર્થંકરભગવાનની દીક્ષાના તપને જણાવતાં ચૈતર વદ આઠમે પ્રારંભ કરે એમ પણ જણાવે છે, (ચૈતર વદ આઠમના છઠની અપેક્ષાએ ચૈતર વદ સાતમે પ્રથમ ઉપવાસ આવી શકે.) તથા વૈશાખ સુદ ત્રીજે પારણું કરવામાં પણ શેલડીનો રસ લઈને પારણું કરવું એમ પણ જણાવે છે.
એટલે ભગવાન હરિભદ્રસૂરિજીના પહેલાના કાળથી પણ ભગવાનની દીક્ષાના તપ અને પારણનું અનુકરણ થતું હતું એ સ્પષ્ટપણે નકકી થાય છે,
પરંતુ શાસ્ત્રોના પાઠો ઓળવવા, ફેરવવા, ન માનવા અને વિપરીત પ્રરૂપણ કરવા તરફ વલણવાળા અભિનિવેશવાળાઓ તે શાસ્ત્રોક્ત વસ્તુઓ ન માને તે તેમાં આશ્ચર્ય નથી ?