________________
આગમત
-ભવ્યજીમાં પણ ભગવાન જિનેશ્વરમહારાજના વચનરૂપી જલધારાથી યથાયોગ્ય સમ્યકત્વ-દેશવિરતિ-સંયતતા વિગેરે ઉપકારે થાયજ છે, પરંતુ જેમ જલધરના એક જલબિંદુથી છીપમાં ઉત્પન્ન થયેલા મિતીની કિંમત આગળ તે ફળ-ફૂલના સમુદાયની કંઈપણ કિંમત ગણ શકાય નહિં, તેવી રીતે ભગવાન જિનેશ્વરમહારાજના વચનેથી બુદ્ધિનિધાન એવા ગણધરાદિ મહાપુરૂષને જે ઉપકાર થાય તે ઉપકારની અપેક્ષાએ બીજા ને જે સમ્યગ્દર્શન પ્રાપ્તિ આદિ ઉપકાર થાય છે તે કિંમતી ન ગણાય તે સ્વાભાવિક છે, પરંતુ જેમ વાદળને મેઘને) જે ઉપકાર છે તે જળદ્વારા છે. જે જલધારાની વિવક્ષા કરવામાં ન આવે તે મેઘ જેવી કઈ વસ્તુ રહેતી નથી, તેવી રીતે ભગવાન જિનેશ્વર-મહારાજને જે અત્યંત ઉપકાર છે, તે બધે તેઓશ્રીએ કહેલા આગમરૂપી માર્ગ દ્વારા છે, જે આગમરૂપી માર્ગની વિવક્ષા કરવામાં ન આવે તે કહેવું જોઈએ કે અરિહંતપણા જેવી કઈ ચીજ નથી. - આ હકીક્ત ભવ્ય જ્યારે ધ્યાનમાં લેશે ત્યારે તેઓને સમજવામાં આવશે કે દેવકમાં પણ જેવી રીતે ભગવાન જિનેશ્વર મહારાજાઓની પ્રતિમાઓ આદર અને આરાધનાને પાત્ર ગણવામાં આવી છે, તેવી રીતે ત્યાં દેવલેકમાં પુસ્તકને પણ આદર અને આરાધનાને પાત્ર ગણવામાં આવ્યાં છે, તે ખરેખર વાસ્તવિક છે. દેવતાઓ પણ પુસ્તકરત્નની આરાધના કરે. •
દેવલેકમાં માત્ર સામાન્ય ઉત્તમ પુસ્તકો છે અને તેથી તે પુસ્તકોને પુસ્તકરત્ન કહેવાય છે એમ નથી, પરંતુ તે દેવેલેકનાં પુસ્તકમાં સ્ફટિકરનાં જ પાનાં છે અને તે સ્ફટિક રત્નના પાનાં ઉપર રિઝરત્ન કે જે કાળું હોય છે તેના અક્ષરે છે, પુસ્તકનાં પાનાં અને તેના અક્ષરે આવી રીતે રત્નનાં છે એમ નહિં; પરન્તુ તે પુસ્તકરત્ન લખાય એવાં અગર લખાયેલાં નહિ છતાં પણ પુસ્તક લખવાની પદ્ધતિને પ્રમાણભૂત ગણવાની હેય તેની પેઠે ત્યાં મશીન