________________
પુસ્તક ૧-લું
આવી છે, તે વ્યાપકજ ઠરે છે, અને આ ભવમાં પણ ધમાદના મુખ્ય અર્થની ચરિતાર્થતા છે જ,
જે કે ત્રિલેકનાથ તીર્થકર-મહારાજાઓએ ધર્મતત્વનું નિરૂપણ માત્ર પૌદ્ગલિક-દુખના નિવારણ અને પૌગલિક-સુખની પ્રાપ્તિ માટે કે નરકાદિક દુર્ગતિઓનું નિવારણ કરી મનુષ્યત્વાદિક સદ્ગતિએની પ્રાપ્તિ માટે કરેલું નથી, કેમકે કેવળ મોક્ષપ્રાપ્તિને માટેજ ઉદ્યમ કરવા કટિબદ્ધ થએલા ખુદ તીર્થંકર-મહારાજ વિગેરે તે શું ? પણ માત્ર સમ્યગ્દર્શનને ધારણ કરવાવાળા જીને પણ મનુષ્યપણું, દેવપણું કે ચક્રવતી પણું એ સર્વ દુનિયાદારીની દષ્ટિએ સુખમય હઈ સદ્ગતિરૂપે ગણાય છે, છતાં તે બધું કર્મથીજ થવાવાળું હાઈ આત્માની સિદ્ધદશાને બાધ કરનાર હોવાથી તેમજ આત્માથી પર એવા પુદ્ગલથી ઉત્પન્ન થતા સુખનાજ સામ્રાજ્યવાળું હેવાથી દુઃખરૂપ અને છાંડવારૂપજ જણાવેલું છે.
આ કારણથી સ્થાન–સ્થાન પર શાસ્ત્રકારે સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે કે –
સમ્યગ્દષ્ટિ જીવ જે તાત્ત્વિક સમ્યગ્દર્શનને પામેલે હોય તે કેઈપણ કાળે મોક્ષ સિવાય અન્ય પદાર્થની એટલે દેવત્વાદિકની પણ ઈચ્છા કરનારે હેય નહિ.'
આ સ્થાને ચતુર્વિધ–સંધરૂપી સમ્યગ્દર્શનના ધારી પુરુષને પિતાના સમ્યગ્દર્શનને નિર્મળ રાખવા તથા દઢ રાખવા એ ખાસ જરૂરી છે, કે
કેઈપણ કાળે અને કેઈપણ પ્રકારે પરમપદરૂપ જે મોક્ષ તે શિવાયના નરેન્દ્રવ, ચક્રવત્તિત્વ, દેવત્વ કે ઈંદ્રત્વ આદિ પરભવમાં મળતાં પૌદૂગલિક-ફળે કે આ ભવમાં મળતા ઈષ્ટ-વિષયની પ્રાપ્તિ અનિષ્ટ-વિષયેનું નિવારણ, રેગાદિકને નાશ, દ્વિ-સમૃદ્ધિની પ્રાપ્તિ કે યશ-કીતિને ફેલાવે કોઈ દિવસ પણ ધર્મના ફળ તરીકે તે શું? પણ સાધ્ય તરીકે કોઈ દિવસ પણ ધારવું જોઈએ નહિ.