SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ પુસ્તક ૩-જું ૨૯સિદ્ધચક્ર મહારાજના વિવેચનને અંગે નવપદમાં પ્રથમના પાંચ પદો ગુણને જણાવનારા છે. ગુણીની માન્યતા જો કે ગુણ દ્વારા જ છે. છતાં ગુણ સ્વતંત્ર રહેવાવાળી ચીજ નથી, માટે ગુણની આરાધનાની ઈચ્છાવાળા જીવેએ ગુણીનું આરાધન કરવું જ જોઈએ, દર્શનાદિ ચીજ કઈ જગતમાં મૂર્તિ રૂપે નથી. વળી તે ચીજ ગુણ સિવાય હોય પણ નહીં, જગતમાં પણ ધોળ, કાળે ઈત્યાદિ ગુણે દ્રવ્યવિના હોતા નથી. તેથી દ્રવ્ય વિના ગુણે અહીં પણ નથી તેમ સમજવું. આ આત્મિક ગુણે માનેલા છે. પૌગલિક ગુણ જેમ દ્રવ્ય વિના ન હોય તેમ આત્મિક ગુણે પણ આત્મા સિવાય ન સંભવે, આત્માને ઉદ્ધાર પણ સમ્યગ્ર દર્શનાદિ ગુણોથી જ થાય છે. કોઈ કાળે કઈપણ જીવ આ ચારના આલંબન વિના આત્માને ઉદ્ધાર કરી શકતું નથી માટે એ ચારને આરાધ્ય ગણવા જોઈએ. જેમ મેતીમાં તેજ ને પાણીની કિંમત ગણાય છે. પણ તેથી તે તેજ ને પાણી હીરા-તથા મેતીથી જુદા હોય જ નહિં એવી જ રીતે દર્શનાદિ ચાર વસ્તુઓ ગુણથી જુદી હોતી નથી. માટે તેનું આરાધન–ગુણી દ્વારા થાય અરિહંત પદની આરાધના કરનારને વીતરાગની ભક્તિ દ્વારાએ તીર્થકર શેત્ર તથા કેવળજ્ઞાન થવાના ! જેમ-તેજ ને પાણી બતાવતાં પ્રથમ હર તથા મતી હાથમાં લે તે તે તેજ ને પાણી બતાવી શકાય. તેમ પંચ પરમેષ્ઠી સિવાય કોઈ ગુણી જ નથી માટે અહીં પંચપરમેષ્ઠી લીધા છે. ને તેનું આરાધન કરવા બતાવ્યું છે. પંચપરમેષ્ટિ સિવાય બીજા કોઈ ગુણનું સ્થાન નથી, તે આ ઉપરથી સ્પષ્ટ સમજવું. પ્રશ્ન-નવકારમાં આ નવપદ તે રાખ્યા નહીં.. ઉત્તર-નવપદ તે છે જ ને,
SR No.540012
Book TitleAgam Jyot 1976 Varsh 12
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1977
Total Pages162
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy