________________
| આત્મહિતકર દેવ-ગુરૂનું સ્વરૂપ છે
સં.]
[પૂ. આગમૈદંપર્યજ્ઞાતા, પ્રવચનિક-શિરોમણિ, પૂજ્યપાદ આગમ દ્ધારક આચાર્યદેવશ્રીએ પિતાની લાક્ષણિક શૈલીથી દેવ-ગુરૂનું અદ્ભુત તાત્વિક સ્વરૂપ ટૂંકમાં આ નિબંધમાં સમજાવેલ છે, વિવેકી વાચકોએ -સમજણ પૂર્વક આ નિબંધ વાંચી તત્વદૃષ્ટિ કેળવવી જરૂરી છે.
શાસકાર મહારાજા ભગવાન શ્રી હરિભદ્ર સૂરીશ્વરજી મહારાજ ભવ્યજીના ઉપકારને માટે શ્રી અષ્ટક પ્રકરણ રચતા થકા ફરમાવે છે કે
દરેક આસ્તિકમતવાળા દેવ, ગુરૂ તથા ધર્મ એ ત્રણ તને માને છે. આ ત્રણ ત માનવાને ઈન્કાર કરે અથત દેવ, ગુરૂ તથા ધર્મતની યોજના ન હોય એવું કેઈપણ આસ્તિક દર્શન નથી,
તેમાં ગુરૂતત્વ તથા ધર્મતત્વને આધાર દેવતત્વ ઉપર રહેલો છે. જેવા દેવ તેવા ગુરૂ, તથા તેજ ધર્મ ! જે દર્શનમાં દેવતત્વ લીલાપ્રધાન હેય તે દર્શનમાં ગુરૂ તથા ધર્મનું ધ્યેય લીલાનું જ હોય છે. અથવા તે ધર્મના આધારે દેવ તથા ગુરૂ ક્યા પેયના. છે? કયા સ્વરૂપના છે? તે જાણી શકાય.
ધર્મને ઓળંગીને ગુણે ફવિચિત જ હોઈ શકે. જેમાં માંસ ખાવાની છૂટ છે, હલાલ કરવાની છૂટ છે, તેઓમાં જેવા ખૂનના ખના બને છે તેવા બનાવે બીજા ધર્મવાળાઓમાં નથી બનતા. જેમાં દારૂબંધી નથી તેઓમાં જે છાકટાપણું દેખાય છે, તે બીજામાં દેખાતું નથી. જે ધર્મ મનાતે હોય તે મુજબ પવિત્ર કે અપવિત્ર વર્તન હોય છે. ગુન્હાઓ પણ તેવા તેવા ધર્મોને આભારી છે. ગુન્હાઓમાં ધર્મોની છાયા આવી જાય છે,