________________
૩૪
આગમત
પરિણામે જૈન-કુટુમ્બના સંસ્કારમાં દિનપ્રતિદિન કેટલી હીનતા થતી જાય છે? તે પણ અનુભવની બહાર નથી. ધમીજનેની ભાવના કેવી?
ઉપરની વાત તે દૂર નિવાસ કરવાવાળાઓને અંગે જણાવી. પરંતુ શેરીમાં નિવાસ કરતા હોય અને ગ્રામચૈત્યથી નજીકમાં પિતાને નિવાસ હય, છતાં પણ ધર્મની મહત્તા કુટુમ્બના જે મનુષ્ય સમજ્યા હેય, ધર્મની પરીક્ષા કરીને ધર્મમાં આત્મ-તારકપણું રહેલું છે, તેવું જેના જાણવામાં આવેલું હોય, સંવર અને નિર્જરાને હિતકર માર્ગ ખરેખર આચરનાર અને ઉપદેશ કરનાર જે કંઈપણ જગતમાં મહાપુરૂષ થયે હોય તે તે માત્ર ત્રિલેકનાથ તીર્થકર ભગવાન જ છે, એવું જેના હૃદયમાં ઉતર્યું હોય, ત્રણ લોકની અંદર આત્માના આદર્શ ભૂત કેઈપણ મહાજ્ઞાની પુરૂષ હોય તે તે માત્ર ત્રિલેકનાથ તીર્થકર ભગવાન જ છે, એવી આત્માની ઉન્નતિની કૂચીરૂપે રહેલી વસ્તુ જેના હદયમાં વસી હોય, રાત-દિવસના ચોવીસે કલાકમાં આર્તધ્યાન અને વિષય-કષાયની કલુષિત-પરિણતિથી થતી અવ્યવસ્થા ટાળવા માટે જેના હૃદયમાં અચળ શ્રદ્ધા ઉત્પન્ન થઈ હોય, તેવા કુટુમ્બીજને તે ગ્રામચેત્યમાં જઈને પણ ભગવાન જિનેશ્વર મહારાજનાં દર્શન-પૂજન આદિને લાભ લેવાનું ચૂકે જ નહિ, પરંતુ જેઓ હજુ ધર્મની અપેક્ષાએ બાલ્યકાળમાં હોય અથવા તે દુનિયાદારીની અપેક્ષાએ જેઓ તેટલી સમજણ ન ધરાવતા હોય તેવા કુટુમ્બી-જનને પ્રભાત કાળને મને હર સમયથી સંધ્યાકાળ સુધીના સમય સુધી શ્રી જિનેશ્વર ભગવાનના ઉત્તમ-સંસ્કારે નાંખવાનું જે કોઈપણ પ્રબલ સાધન હોય તે તે માત્ર ગૃહચૈત્ય જ છે.
આ અપેક્ષાએ વિચાર કરનારને ભગવાન શ્રી હરિભદ્રસૂરિજીના વચનનું રહસ્ય સમજાયા સિવાય રહેશે નહિ. ગ્રામ-ચૈત્યની મહત્તા અધિક કેમ?
આવી રીતે ગૃહ-ચૈત્યની મહત્તા છતાં પણ ગ્રામ–ચૈત્યની મહત્તા તરફ ધર્મિષ્ઠનું ધ્યાન ખેંચાયા વિના રહે નહિ, કારણ કે