________________
પુસ્તક ત્રીજું વિચાર કરી. બનાવને અંગે કેટલી અસર થાય છે? આવેશ આદિ શા માટે તે કર્યો? - જે થવાનું છે તે થશે તેમ માનતા હોય તે મનુષ્યને સમજાવવા માટે સભ્યતાની આગળ જઈને દાખલા દેવા પડે છે. - હવે અરૂપી ચીજને તમે જણાવે છે કે આરાધો. રૂપી ચીજને ઉજળી કરીએ. સમ્યક્ત્વાદિકને શી રીતે આરાધવું? આરાધનીય ચીજ જ નથી તે અક્ષર માત્રમાં રાખ્યા નવપદમાં! અરિહંતાદિક પાંચની મૂતિ હોય ને દર્શનાદિચારમાં એકલા અક્ષરે જ મેલવા પડયા. અરૂપી હોવાથી માત્ર નામ જ રખાય છે. " કદાચ કહેશે કે-અરિહંતાદિક રૂપી પણ સિદ્ધ મહારાજ ક્યાં રૂપી છે? તેને આકાર કેમ લીધે? અરૂપી દર્શનાદિકને આકાર લે નહિહર સિદ્ધની મૂર્તિ છેડી ઘો! સિદ્ધ અરૂપી છે, દર્શનાદિક અરૂપી છે. ન્યાય બને માટે સરખે હવે જોઈએ.
જમેમાં ને ઉધારમાં બંનેમાં બે-દુ-ચાર જ કહેવાય. ન્યાય એ જમે માટે જુદો અને ઉધાર માટે જુદો કામ ન લાગે. જે ગુણકાર ભાગાકાર જમે માટે તે જ ઉધાર માટે હોય. જમે ઉધારમાં રીત જુદી ન હોય.
અરૂપીની મૂર્તિ થતી હોય તે સમ્યક્ત્વાદિકની મૂર્તિ હેવી જોઈએ. તમે તે બેઘાઘંટુ રાખ્યું. એક અરૂપીની મતિ બીજા અરૂપીની મૂર્તિ નહિ. એને અર્થ શું ? સિદ્ધની અવસ્થા ભે એટલે ફાવે છે. સમ્યફદર્શનાદિ રૂપીમાંથી અરૂપી થનારી ચીજ નથી. પહેલા રૂપી તેમાંથી સિદ્ધ થયા પછી અરૂપી થયા. સમ્યક્ત્વાદિક હંમેશા અરૂપી ચીજ છે.
સિદ્ધોની મૂર્તિ રૂપીમાંથી અરૂપી થનારી ચીજ છે. એ બધાં કરતાં મોટો સવાલ એ છે કે રૂપીમાંથી સિદ્ધ થતાં મૂતિ થવાય છે એ વસ્તુ માની લઈએ પણ એક સવાલ એ સિદ્ધ દશામાં પલંકાસન હોય તે નિયમ નથી. કેઈ પણ એવું આસન નથી