________________
પુસ્તક ત્રીજુ
૨૩ અભાગી માનવા લાગે કે-“ઓહ! મને લાભ ન મળે, કોઈ સાધુ-સાધ્વી પધારે ને માંદા પડે તે મને લાભ મળે!”
આ દષ્ટાન્તમાં સૂક્ષ્મદષ્ટિ-તાવિકબુદ્ધિની ગેરહાજરીથી વૈયાવચ્ચની ભાવના દેખાવમાં લાગતી છતાં પણ આરાધ્ય-પૂજ્ય સાધુસાધ્વીજી મહારાજાઓને માંદા થવા દેવાની અનિષ્ટ ભાવનાને પિષક નિવડી જાય છે !
શાસ્ત્રકારોએ વૈયાવચ્ચને અપ્રતિપાતી રૂપ વિશિષ્ટ ગુણ તરીકે વર્ણવ્યું છે, પણ તે માટે સૂક્ષ્મબુદ્ધિ તે આવશ્યક છે જ !!
વૈયાવચ્ચ માટે જ્ઞાની ભગવતેએ જણાવેલ છે કે
આ જગતમાં ધર્મ આરાધન કરવાના અસંખ્ય માર્ગો છે, અસંખ્ય વેગે છે. એ બધામાં એક જ યોગ એ છે કે જે માટે જ્ઞાની-મહાત્માઓને પણ ખૂબ ખૂબ લખવું પડ્યું છે. દર્શન-જ્ઞાન અને ચારિત્રના ફળો મેળવેલા કઈ દિ ફેગટ પણ જાય, દર્શનઆવેલું પણ ચાલ્યું જાય, જ્ઞાન મેળવેલું પણ ઉંધુ પરિણમે, ચારિત્ર આવેલું પણ નાશ પામે, પરંતુ કરેલ વૈયાવચ્ચનું ફળ તે કદીજ અફળ જતું નથી. પણ સૂક્ષ્મબુદ્ધિ-તાત્વિકદષ્ટિ વિના આ વૈયાવચ્ચ પણ અનિષ્ટફળ આપનાર નિવડે છે. આ બધું ધ્યાનમાં રાખવું. વૈયાવચ્ચ એ મહાન ગુણ :
કોઈક વખતે શાસ્ત્રોમાં વૈયાવચ્ચ અધિકારમાં તેની ખૂબ પ્રશંસા કરી, તે એમ સમજી લેવાનું નથી કે જ્ઞાન–ચારિત્ર અને તપની ગણતા કરી ! જેને જે વખતે અધિકાર ચાલતું હોય તેને જ ઉદ્દેશીને ખાસ કહેવામાં આવે છે. તમારામાં જેમ લગ્ન વખતે ગીત તે પરણનારના જ ગાવ છે કે બીજાના? તે એ ઉપરથી સમજી લેવાનું નથી કે બીજા ભાઈઓની ગણતા કરી! બાકીનાને ઓળવ્યા! ભગવાનને કેણું માની શકે?
આ સંબંધમાં ભગવાન ગૌતમસ્વામીએ ભગવાન મહાવીર