________________
૬ ના બીજનશાસના છે
[ સંપાદકીય ? જિનશાસનની મગળફારી આરાધના તવૃષ્ટિના સુમેળથી વધુ ભવન પર-હિતકારી નિવડે છે.
જ્ઞાનીઓની અનુભવ-સત્ય આર્ષવાણીને સાક્ષાતકાર દિન-પ્રતિદિન થઈ રહયો છે-કેમકે અદ્વિતીય આગમ-વ્યાખ્યાતા આગમ-જ્યોતિર્ધર, તાવિક પદાર્થોની ઝીણવટ ભરી છણાવટ કરનારા પરમ પૂજ્ય આગદ્ધારક આચાર્યદેવશ્રીના સેંકડોની સંખ્યામાં થપીબંધ રહેલ વ્યાખ્યાનના લખાણના વિશાળ જસ્થાને સુવ્યવસ્થિત કરી તવ જિજ્ઞાસુઓ લાભ લઈ શકે તેવા રૂપે રજુ કરવા માટે વાત્સલ્યસિંધુ કરૂણાવારિધિ સ્વર્ગસ્થ પૂ. ગચ્છાધિપતિશ્રીએ વિ. સં. ૨૦૨૨માં જ્યારે સેવકને “આગમતના સંપાદનની જવાબદારી સેપેલી, ત્યારે તે છે તેને વ્યવસ્થિત કરી તૈયાર કરવાનું સામાન્ય કામ સમજી પૂ. આગદ્ધારક આચાર્ય દેવશ્રીના લાડીલા લઘુશિષ્ય પૂ.પં. શ્રી સર્ષેય સાગરજી મ.ની હુંફ અને વિવિધ મુખી સહકારના બળે સ્વીકારેલી.
પણ દશવર્ષના અનુભવના નીચોડરૂપે સમજાય છે કે તત્વદષ્ટિના ઘડતર વિના આ કાર્ય શકય નથી અને તત્ત્વદષ્ટિનું ઘડતર પૂ. આગદ્ધારક આચાર્ય ભગવતશ્રીના તાત્વિક લખાણના વારવાર પરિશીલનથી સુશકય બન્યું.
પરિણામે મને પોતાને જિનશાસનની સફળ આરાધનાના રસાસ્વાદનું સૌભાગ્ય મળ્યું,
એ રીતે પ્રસ્તુત સંપાદન અત્તરના વેપારીને બીજાને માલ બતાવવા જતાં પોતાને પણ સુગંધ મળી રહે તેમ તત્વચિ જિજ્ઞાસુ છના ઉદ્દેશ્યથી પૂ. સ્વ. ગચ્છાધિપતિશ્રીની આજ્ઞાના બહુમાન સાથે કરાયેલા આ પ્રયત્ન મને પિતાને પણ સંયમશુદ્ધિ અને જીવન-જાગૃતિમાં અચૂક સહાયક નીવડ્યા છે.
'
એ રીતે આવી મહાપાવન કાર્યની જવાબદારી સોંપનાર પૂ. ગચ્છાધિપતિશ્રીને આ ક્ષણે ભક્તિ-ભર્યા હૈયાથી ભાવભરી શ્રદ્ધાંજલિ સમર્પ છું.
વળી આગમિક ગહન પદાર્થોની ઉડી છણાવટ તર્કપ્રધાન શૈલિથી વારંવાર આવે તેવા તાત્વિક વ્યાખ્યાનનું સંપાદન કરી મારા ગજા બહારની