SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૩ પુસ્તક ૧-લું - - ૭ -- ૦૪ & તીર્થયાત્રાનું મહત્ત્વ કેમ? as (હÉ તારે તે તીર્થ! જેનાથી તરાય તે તીર્થ! ડૂબતાં બચાવે તે તીર્થ!. ઉપરની વ્યાખ્યાઓ હકીકતમાં શાસ્ત્રસિદ્ધ અને અનુભવસિદ્ધ છે. પણ એ સમજવું જરૂરી છે કે – આપણે શેમાં ડુબેલા છીએ ! કે ડુબી રહ્યા છીએ? સંસાર રૂપી સમુદ્રના વિષય-કષાય કે આરંભ-સમારંભ રૂપ ભયંકર અગાધ જળપ્રવાહમાં આપણે = આપણી વૃત્તિઓ ડુબી રહેલ છે. જેના આલંબનથી આપણે = આપણી વૃત્તિઓ વિષય-કષાય કે આરંભ સમારંભથી પાછી ફરે તે તીર્થ કહેવાય. આવા તીર્થ બે જાતનાં-સ્થાવર અને જગમ સ્થાવર તીર્થો = જ્યાં વિશિષ્ટ દ્રવ્ય-ક્ષેત્ર આદિની સામગ્રીના આધારે રાગાદિ-દોષોને દૂર કરવાનું અપૂર્વ સામર્થ્ય મળે તેવી શક્તિશાળી વિશિષ્ટ ભૂમિઓ – બાળજને અનાદિકાલીન સંસ્કારના વ્યાહભર્યા વાતાવરણથી અળગા કરી વિશિષ્ટ ક્ષેત્રોમાં સુંદર જિનાલય, આલ્હાદક મૂતિઓ, શાન્ત-નિર્વિકારી વાતાવરણ આદિ દ્વારા વીતરાગ પ્રભુ નિર્દિષ્ટ આત્મશુદ્ધિના સફળ રાજમાર્ગને અપનાવવા માટેની સંપૂર્ણ અનુકૂળતાવાળા ક્ષેત્રો તીર્થભૂમિ તરીકે કહેવાય.
SR No.540010
Book TitleAgam Jyot 1974 Varsh 10
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1975
Total Pages204
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy