________________
૫૬
આગમત કે ચિત્તપણે પરિણમેલો મનનાં પગલે નિર્જરા કરાવી દે છે, એમ નથી, પરંતુ તે તે નામથી ઓળખાતા એવા જિનેશ્વર મહારાજન ગુણના સ્મરણથી અને તેમના ગુણેના બહુમાનથી નિર્જરા વગે થાય છે, તે પછી જિનેશ્વર મહારાજના મુખ્ય વીતરાગત્યાદિ ગુણેને સ્પષ્ટપણે સૂચવનાર અને સંભારી આપનાર પ્રતિમા નિર્જરાનું કારણ કેમ ન બને? આ વળી શ્રી જિનેશ્વર ભગવાનાદિકનું નામ માત્ર સંભારીને ગમે
હિં તાજુ આદિ પદો કહી નમસ્કાર કરવામાં જે ગુણના જાણનાર અને બહુમાનવાળાને નિર્જરા વગેરે થાય અને તે નિર્જરા થવાનું પ્રતિમાના લેપને પણ કબૂલ કરવું પડે છે, તે પછી પ્રતિમાદ્વારા અરિહંતાદિને થતે નમસ્કાર નિજાદિને કરનારો કેમ ન થાય? અર્થાત્ ભગવાન જિનેશ્વર મહારાજાના નામસ્મરણની જેમ તેઓની પ્રતિમાને નમસ્કાર કરવાથી નિર્જરાને ઘણે લાભ છે, એમ શાસ્ત્ર અને યુક્તિને માનનારાઓને માનવું જ જોઈશે. ઉચતમ અધ્યવસાય શામાં?
વળી નામદ્વારા અરિહંત મહારાજાદિના ગુણોના ઉપયોગમાં જેવી આત્માની સ્થિરતા ન રહી શકે, તેના કરતાં ઘણી જ ઊંચા પ્રકારની સ્થિરતા ભગવંત અરિહંત મહારાજાદિની પ્રતિમાદ્વારા તેમના ગુણના ઉપયોગથી થાય, એ જૈનમતને જાણનારે જે અધ્યવસાયની કિંમતને સમજી શકે છે તે માન્યા સિવાય રહે નહિ. સ્થાપનાના બહુમાનમાં નામનું તે બહુમાન છે જ, એટલે નામ કરતાં સ્થાપના વધુ શુદ્ધિનું કારણ છે.
આ રીતે ભગવાન જિનેશ્વર મહારાજની પ્રતિમાદ્વારા થતા આત્માના શુભ અધ્યવસાયની કિંમત કે મહત્તા સમજનાર મનુષ્યને નામમાત્રના સ્મરણ આદિ કરતાં પ્રતિમા દ્વારા થતા સ્મરણાદિથી ઘણે મેટો લાભ થાય છે એમ માનવું જ પડે.