________________
આગમત અક્ષરના માત્ર સંકેત કરાયેલા આકારદ્વારા થાય છે. હવે જ્યારે સંકેત કરાયેલા કલ્પિત આકારેથી જ્ઞાનરૂપી ગુણ થઈ શકે છે, તે પછી ખુદ તીર્થકર ભગવાનના સ્વાભાવિક આકારવાળી મૂત્તિઓથી ખુદ જિનેશ્વર ભગવાનના વીતરાગત્વાદિ ગુણોને જાણવાનું અને તેની અદ્વિતીય પરમેશ્વરતા સમજવાનું કેમ ન બને? શ્રી જિનેશ્વરની દશનીયતા વિચાર યાત્રિકગણુને નેતા શું કરે ?
ઉપર જણાવેલા વિચારો સમજીને યાત્રિકગણને નેતા થનાર મહાપુરુષ દરેક સ્થાને આવતા જિનમંદિરમાં બિરાજમાન થયેલી ભગવાન જિનેશ્વરની દરેક મૂર્તિઓને દર્શન કરવા લાયક ગણે અને તેથી દરેક સ્થાને યાત્રિકગણુના સમુદાય સાથે યાત્રિકગણને નેતા જિનેશ્વર ભગવાનની મૂર્તિના દર્શનનો લાભ લઈ પિતે અને પિતાના સાથીઓને વિતરાગત્વની પ્રાપ્તિના ધ્યેયમાં વધારે ને વધારે ચઢે-ચઢાવે તેમાં આશ્ચર્ય નથી.
ઉપરના વર્ણનથી જે કે ભગવાન જિનેશ્વર મહારાજની મૂર્તિની દર્શનીયતા જણાવી છે, પરંતુ તે ઉપરથી ભગવાન જિનેશ્વર મહારાજની મૂર્તિ માત્ર દર્શનીયજ છે એમ સમજવું નહિ, પરંતુ તે મૂર્તિ ભગવાન જિનેશ્વર મહારાજની માફક આરાધ્ય છે. તેથી હવે ભગવાન જિનેશ્વર મહારાજની મૂર્તિની આરાધ્યતા માટે કંઈક વિચારણા અહીં ઉચિત જણાય છે. દેશના સમયે શ્રી જિનેશ્વરની ચતુર્મુખતા શાથી?
શાસ્ત્રોને માનનારા તથા બાર પ્રકારની પર્ષદા–સાધુ-સાધ્વી-શ્રાવકશ્રાવિકા અને ચારે નિકાયને દેવ-દેવીઓને શ્રવણ કરતી વખતે સમવસર્ણમાં ધર્મદેશનાને સાંભળવાની વ્યવસ્થાને સમજનારા સજજનપુરૂષે ભગવાન જિનેશ્વર મહારાજની ચતુર્મુખતા સ્વીકાર્યા સિવાય રહી શો નહિ.