SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ श्री वईमानस्वामिने नमः । 1 પ્રકાશક તરફથી ! દેવ-ગુરૂ-કપાએ પરમ પૂજય આગદ્વારકાચાર્યદેવશ્રીના તત્ત્વગહન અર્થગભીર વ્યાખ્યાન આદિ સામગ્રીના સંકલન રૂપે પ્રતિવર્ષ આ સુદ ૧૫ ના દિવસે પ્રગટ થતું “ આગમત પ્રકાશન દસમા વર્ષમાં પ્રવેશ કરે છે, એ અમારે મન પરમ આનદની વાત છે. .. અમારા ગજા-શક્તિ-બહારનું આ કાર્ય સ્વ. પૂ. ગચ્છાધિપતિશ્રીના મંગલ આર્શિવાદ અને ૫. સાગર સમુદાયના પૂ. સાધુ-સાધ્વી ભગવતેના ઉપદેશ–પ્રેરણાથી તથા તત્વરૂચિ જેને શ્રી સશે, ગૃહ આદિના સહકારથી અમે આ પ્રકાશન કરી શક્યા છીએ. અમારી પ્રથમાળા હસ્તે પુ. આગાહારક આચાર્ય દેવ ભગવતની નાની મેટી દરેક કૃતિ એકવાર પ્રકાશિત થઈ જિજ્ઞાસુઓના હાથમાં પહેચે તેવી મંગલ ભાવનાથી દરવાઈને સ્વ પક ગચ્છાધિપતિશ્રીની દેખરેખ તળે. પિસ્તાલીશ પ્રકાશને થયાં છે. તે દરેકે કરસ્તાં આ પ્રકારના વધુ મહત્વનું છે આ પ્રકાશનમાં તત્વદષ્ટિની કેળવણું અને આગમિક પદાર્થોની છણાવટ વિશિષ્ઠ રીતે છે. તેથી અધિકારી જિજ્ઞાસુ અને વિદ્વાન તત્વજ્ઞ વાચક વર્ગ માટે આ પ્રકાશન બત્રીશ જાતનાં ભોજન-સામગ્રી પીરસેલ થાળ જેવું મહત્વપૂર્ણ સાબિત થયું છે. આ પ્રસ્તુત પ્રકાશનમાં પક્ષ અને અપરોક્ષ રીતે સહાય આપનારા સહુની ગુણાનુરાગભરી અનુમોદના કરવા સાથે વિશેષમાં જણાવવાનું કે આ પ્રકાશનના આર્થિક ક્ષેત્રને સુસમૃદ્ધ બનાવવા ખંત શ્રમ ઉઠાવનાર પુ. પી. શ્રી સૂર્યોદયસાગરજી મ.શ્રીને ધર્મપ્રેમની બંદુમાનભરી અનુમોદના.
SR No.540010
Book TitleAgam Jyot 1974 Varsh 10
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1975
Total Pages204
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy