________________
આગમત ઉત્પત્તિ સાથે પ્રવૃત્તિને અંગે છે. એ ધર્મની મૂળ પ્રવૃતિને અનું સરવાને અંગે જ છે, એટલે દેવ અને ગુરૂતત્વ એ બન્ને છે કે ધર્મતત્ત્વ ઉપર આધાર રાખે છે, અને તેથી દેવતત્ત્વ અને ગુરૂતત્ત્વ કરતાં પણ ધર્મત પર વિચારકેને અધિક ભક્તિભાવ હોય છે અને હવે જ જોઈએ.
પરંતુ એ વાત વિચારની ધ્યાન બહાર નથી જ, કે દેવતત્ત્વ અને ગુરુતત્ત્વ જ્યારે મૂર્તિમાન શરીર દ્વારા માની શકાય છે, ત્યારે ધર્મતત્વ તેવી રીતે માની શકાતું નથી. અને તેથી જ ઉપાસના કરવા લાયક વર્ગમાં દેવ અને ગુરુતત્વને દાખલ કરી શકાય છે. પરંતુ ધર્મતત્ત્વને ઉપાસનાને લાયક વર્ગમાં દાખલ કરી શકાતું નથી.
અર્થાત ધર્મતત્વની ઉપાસના દેવ અને ગુરૂતત્વરૂપી ધમ– તત્ત્વની ઉપાસના દ્વારા બની શકે છે. સ્વતંત્ર રીતે ધર્મતત્ત્વની ઉપાસના બની શકતી નથી.
. આ વસ્તુ જ્યારે બરાબર સમજવામાં આવશે, ત્યારે જૈનશાસનની અંદર અરિહંત ભગવાન આદિ નવ પદોની આરાધ્યતા ગણવામાં આવ્યા છતાં અરિહંતાદિ પંચ-પરમેષ્ટિની આરાધ્યતા મુખ્ય ગણીને તે રૂપ નમસ્કાર મંત્રને કેમ ઉચ્ચ ગણવામાં આવ્યા છે ? તનું તત્ત્વ સમજાશે.
' અર્થાત્ શ્રી નમસ્કારમંત્ર કે–જેને પંચમંગલ મહાગ્રતસ્કંધ કહેવામાં આવે છે તેમાં દેવતત્વ અને ગુરૂતત્ત્વરૂપી બને ઉપાસ્ય તત્ત્વાનેજ સમાવેશ કરવામાં આવેલા છે અને તે ઉપાસ્ય તત્ત્વ પંચમંગલમાં તેવી રીતે આરાધ્ય તરીકે ગેહવાયેલાં છે કે જેમાં ક્ષેત્ર-કાલ, જાતિ, વર્ણ, નામ, સ્થાન, રંગ કે આકાર વગેરેના કેઈપણ ભેદને સ્થાન આપવામાં આવ્યું નથી, પરંતુ સર્વક્ષેત્ર, સર્વકાળ વગેરેના પૂજ્ય-મહાત્માઓને તેમાં સમાવેશ કરવામાં આવેલ છે.