________________
૪૫
પુસ્તક ૩-જુ
ત્યારે સ્વતંત્રપણે દીક્ષા લેવાને અભિપ્રાય સ્પષ્ટ કર્યો, એ
મનક મનાફ કેમ કહેવાય? ૧૬ જે મુનિરાજને પિતા તરીકે નહિ ઓળખાયેલા એવા શય્યભવ
આચાર્યે પોતાની પાસે દીક્ષા લેવાનું જણાવ્યું, તે વખતે પિતાની પાસે દીક્ષા લેવાને આગ્રહ ન રાખતાં તે શય્યભવ આચાર્યની પાસે દીક્ષા લેવાનું કબૂલ કર્યું, તે મુનિરાજ મનક મનાફ કેમ કહેવાય?
૧૭ જે મુનિરાજ લgવયના અને પિતાની પાસે દીક્ષા લેવાના
અભિપ્રાયવાળા છતાં પણ અજાણ્યા એવા શય્યભવ આચાર્યની સાથે દીક્ષા લેવા ઉપાશ્રયે આવે છે, તે મુનિરાજ મનક મનાક
કેમ કહેવાય? ૧૮ જે મુનિરાજ લઘુવયમાં પણ અજાણ્યા એવા શય્યભવ.
આચાર્યની સાથે ઉપાશ્રયે આવી પિતાની ઓળને ભૂલી જઈ માત્ર શ્રમણપણને જ વધાવી લે છે, તે મુનિરાજ મનક
મનાફ કેમ કહેવાય ? ૧૯ જે મુનિરાજની લઘુવયે દીક્ષા થયા પછી લઘુવય છતાં પણ
આ મુનિરાજનું આયુષ્ય કેટલું છે, તેવું તપાસવાની શય્યભવ આચાર્યને વૃત્તિ થઈતે મુનિરાજ મનક–મનાક કેમ
કહેવાય? ૨૦ જે મુનિરાજને માટે છેલ્લા દશપૂર્વીએ કે છેલ્લા ચૌદપૂર્વીએ
કરાતું ઉદ્ધારનું કાર્ય છેલ્લા નહિ એવા શય્યભવસૂરિજીએ કર્યું, તે મુનિરાજ મનકર્મનાક કેમ કહેવાય?
૨૧ જે મુનિરાજને માટે વિકાલ થતાં પણ સૂત્રને ઉદ્ધાર કરવામાં
આવ્યું તે મુનિરાજ મનક–મનાક કેમ કહેવાય ?