________________
આગમતા
મહારાજની મૂર્તિ જેમાં બીરાજમાન હોય તે જ સ્થાન સમગ્ર જૈનવર્ગને નિઃશકિતપણે અને અવરેષપણે માન્ય રહી શકે.
જુદાજુદા ઉપાશ્રયને અંગે. જુદી જુદી સંસ્થાઓને અંગે, જુદા જુદા મંડળને અંગે, જુદી જુદી વ્યક્તિઓને જુદા જુદા વર્ગની માન્યતા અને અમાન્યતા બન્ને થાય, પરંતુ ભગવાન જિનેશ્વર મહારાજની મૂર્તિ અને ભગવાન જિનેશ્વર મહારાજને અંગે તે સર્વ જૈનીઓ અને જૈનધર્મને અનુસરનારાઓ વિરોધરહિતપણે અને એકસરખી રીતે માન્યતાની લાગણીવાળા હોય.
એટલે એમ કહીએ તે ચાલે કે સર્વ કાળ. સર્વ ક્ષેત્રે, સર્વ સ્થાને અને સર્વ વર્ગોમાં એક સરખી રીતે વીતરાગપણાનું ધ્યેય આદર્શદ્વારા પ્રવર્તાવનાર જે કઈ હોય તે તે ભગવાન જિનેશ્વર મહારાજની વીતરાપણાની મૂર્તિ છે.
(વાચકવર્ગે ધ્યાન રાખવું કે-વર્તમાનમાં કેટલાક પાખંડીયે ભગવાન જિનેશ્વર મહારાજના વીતરાગપણાના આદર્શની કિંમત પિતાના ગચ્છના, પોતાની પરંપરાના કે પિતાના સંઘાડાના પુતળાને ગોઠવીને બગાડે છે, કેમકે–વીતરાગપણના ધ્યેયથી ભગવાન જિનેશ્વર મહારાજની વીતરાગતામય મૂર્તિને દેખીને આત્માને ઉદ્ધાર કરવા જે તૈયાર થયેલ હોય છે, તેમાં તે પાખંડીઓના પુતળાઓ ખરેખર વિન કરનાર થાય છે, જો કે તે પાખંડીઓના ભક્તોને તે પુતળાં દેખી ઉ૯લાસ થાય તેને અસંભવ નથી, પરંતુ જેઓ તે પાખંડીઓને અનુસરનારા ન હોય અર્થાત તે પાંખડીઓને માનનારા ન હોય, તેવા ભગવાન જિનેશ્વર મહારાજના અવિચ્છિન્ન પ્રભાવશાળી ત્રિકાલાબાધિત જૈનશાસનને અનુસરનારાઓની ભાવનાદણિ અને પરિણતિને બગારનારા થાય છે, અને તેથી તે પાખંડીઓ પોતાના માનીતા પુતળાં દ્વારા શાસનના સાચા માર્ગનું સત્યાનાશ કહાડનારા થાય છે.
આ વાત છે કે વધારે ચર્ચાવા લાયક છે, છતાં આ તેનું મુખ્ય સ્થાન ન હોવાથી આટલેથી જ પતાવવી સારી છે.)