________________
આગમત
૧. અન્ય-દર્શનકાનું અને તેને માનનારાઓનું દેવતત્વને સ્કાય જે મન્તવ્ય થતું હોય, પરંતુ જૈનદર્શનનું અને તેને અને સરનારાઓનું તે સર્વકાળ એ મન્તવ્ય નિશ્ચિત છે કે –
હરેક આત્માએ વીતરાગ-દશા મેળવવા તૈયાર રહેવું એ સાધ્યનું પ્રાબલ્ય જૈનશાસનમાં એટલું બધું છે કે જેને વીતરાગપણું અને તેના ફળ સ્વરૂપ મેક્ષ મેળવવાની ઈચ્છા થાય તે ભવ્ય જ ગણાય. આ વીતરાગપણને જે કોઈ આદર્શ હોય તે તે માત્ર વીતરાગનું પ્રતિબિંબ છે.
એટલે જેઓને વીતરાગપણું ધ્યેય તરીકે હોય તેઓએ વીત. રાગના આદર્શ તરીકે ભગવાન જિનેશ્વર-મહારાજની મૂર્તિનું ધ્યેયપણું રાખવું જોઈએ.
૨. ભગવાન જિનેશ્વર-મહારાજાઓનું શાસન સર્વકાળ સાધુમહાભાઓ દ્વારા ચાલ્યું છે–ચાલે છે અને ચાલશે, પરંતુ એ સાધુમહાભાઓ સકષાયી હોય, પ્રમત્ત હેય, રાગ-દ્વેષથી દોરાયેલા હેય, તેથી તેઓ માત્ર ઉપદેશ દ્વારા શાસનને પ્રવર્તાવી શકે, પરંતુ વીતરાગ પણાના ધ્યેય તરફ દેનાર જે કઈ નિર્દોષ આદર્શ હોય તે તે ભગવાન જિનેશ્વર-મહારાજની મૂર્તિ છે.
૩. એ વાત તે વાચકને ખ્યાલ વ્હાર નહિંજ હોય કે સાધુ-મહાત્માઓ દ્વારા શાસનની પ્રવૃત્તિ થઈને વીતરાગપણાનું ધ્યેય પ્રાપ્ત કરવાનો માર્ગ માત્ર કર્મભૂમિમાં, અને તેમાં પણ મુખ્યતાએ આર્યક્ષેત્રોમાં જ હોય છે, તેથી જે સાધુ-મહાત્માને ધર્મની જડ ગણવામાં આવે તે માત્ર કર્મભૂમિના આર્યક્ષેત્રો શિવાય અન્યક્ષેત્રોમાં ધર્મને અભાવ માનવે પડે, પરંતુ જે અલેકમ-ભવનપતિ વગેરેમાં, તિથ્થલેકમાં-સૂર્યચન્દ્રાદિક અસંખ્યદેમાં અને ઊર્ઘલેકમાં-સૌધર્મઆદિક દેવકના દેવતાઓમાં સમ્યકત્વાદિ ધર્મને સદ્દભાવ શાસ્ત્રકારોએ હમેશને માટે માન્ય છે, અને તે તે દેવતાઓમાં સર્વકાળે, સર્વ તીર્થકરોએ સમ્યગ્દષ્ટિ એવા દેને