________________
૪૦
આગમત શિષ્ય માનતે હોવાથી, ભલે ગુરૂને અસદ્ગહ નથી. છતાં ગુરૂના વિશ્વાસે અસદ્દભાવનું શ્રદ્ધાન થાય છે, તેવા પ્રસંગે તેવા આત્માએને અંગે સમ્યક્ત્વ માટે શું સમજવું!
ઉત્તર :-આ બાબત ઉત્તરાધ્યયન ચતુરંગી અધ્યયનની પાછળ ટીકામાં તથા કમ્મપયડી ઉપશમના કરણમાં ચર્ચા વામાં આવી છે, પરંતુ બારીકાઈથી વિચારણા પાછળ ટીકાકાર માર્ગદેશનાનુસારપણું, અસગ્ગહરહિતપણું, એ બંને હોવા છતાં ગુરૂ-નિયેગથી પણ અસલ્ફાવના શ્રદ્ધાનથી, સમ્યક્ત્વ ચાલ્યું જવાનું જણાવે છે.
જ્યારે કર્મપ્રકૃતિ ટીકાકાર ગુરૂ નિવેગે અસદ્ ભાવના શ્રદ્ધાનમાં સમ્યગૂ દર્શન ચાલ્યું જતું નથી, તેમ કહે છે.
તે બંને સ્થળો બારીકાઈથી વિચારવામાં આવે, તે બંને બાબતે સ્પષ્ટ થાય તેમ છે. * તત્ત્વ દષ્ટિએ વિચારતાં આ પ્રમાણે લાગે છે-કે જે બાબત શાસ્ત્ર-સિદ્ધાંતમાં, પ્રતિપાદિત ન હય, દાખલા તરીકે માંડલીના સાત અબેલ, કઈ પરંપરા આંબેલ કરવાનું જણાવે છે, કેઈ એકાસણવાળી પરંપરા છે, આવી અથવા તે એક સમયમાં બે ઉપયોગની બાબત કે જેને અંગે શાસ્ત્રમાં સ્પષ્ટ અક્ષરો ન હોય.
જિનભદ્રગણુજીની પરંપરાવાળા તેમના મત પ્રમાણે માને, મલ્લવાદીજીના મતવાળા તે પ્રમાણે માને અને સિદ્ધસેનજીના મતવાળા તે પ્રમાણે માને, તે તેમાં સમ્યક્ત્વને બાધ નથી.
પરંતુ જે બાબતને અંગે શાસ્ત્ર પ્રતિપાદિત અક્ષરે મળી આવતા હોય, છતાં ગુરુ નિવેગથી અસદુભાવનું શ્રદ્ધાન હોય, તે ત્યાં મિથ્યાત્વ લાગે જ છે.
આ પ્રમાણે માનવું ઉચિત લાગે છે. સર્વ જિને વિહત
(