________________
૩૮
આગમત અજાણ જેને મતે ન આવડવાથી ગુરુ મહારાજાએ ફી અને મા તુજ એવા બે પદો જ આપેલા છે, તે બે પદો પણ જેને આવડતા નથી. અને તે બે પદને સ્થાને માષ તુષ એમ બેલ વાથી જેનું નામ પણ માપતુષ મુનિ તરીકે શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે, તેવા માસતુષ મુનિ સરખાને તે જીવાજીવાદિ પદાર્થોનું અજ્ઞાનપણું હોવાથી પ્રત્યાયાધારણ રૂપ તત્વાર્થ શ્રદ્ધાન હોય જ નહિં, અને તે ન હોય, તે અત્યાર સુધીના કથન પ્રમાણે સમ્યગ દર્શન પણ તેમને ન હોઈ શકે. જ્યારે સિદ્ધાંતકાએ માષતુષ મુનિને સમ્યકત્વ તે માન્યું છે, પરંતુ સાધુપણું-ચારિત્ર પણ માનેલું છે. તે તે કેમ બને?
સમાધાન -જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી તેવાઓને અજ્ઞાન હોય છે, પરંતુ સમ્યગદર્શનથી વિપરીત રૂચિમાં કારણભૂત છે મિથ્યાત્વ મેહનીય તેના ક્ષપશમથી તે આત્માને મિથ્યાત્વ મેહનીયના ઉદયને અભાવ છે. અને આ પ્રમાણે મિથ્યાત્વ મેહના ઉદયને અભાવ હોવાથી. તેવા આત્મામાં જે યત્કિંચિત્ પણ જાણપણું છે, તેમાં સાચી જ શ્રદ્ધા છે. જેટલું જાણપણું છે, તેટલામાં યથાર્થ સાચી શ્રદ્ધા હેવાથી જ જે વસ્તુનું જાણપણું નથી. તેમાં પણ અનાબાધ યથાપ્રવૃત્તિ હોવાથી, તેની અપ્રતિહત શક્તિ છે. અર્થાત્ નહિં જાણેલા પદાર્થોમાં પણ તેની પ્રવૃત્તિ તે યથાર્થ જ હોય છે. - આ કારણથી જ પંડિત પુરૂષ જે માગની દેશનાને અનુસરવાવાળા હોય અને અસગ્રહ રહિત હોય તેને જ સમ્યગદષ્ટિ કહે છે.
તત્વાર્થનું પ્રત્યયાધારણ રૂપ પ્રદાન છે કે નહીં. પરંતુમાસનાનુસારીપણું તેમ જ અસરગ્રહ-રહિતપણું આ બે બાબત હોય, તે તે આમ અવશ્ય સભ્યદર્શનવાળે કહેવાય છે. . . .
. .