SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮ આગમજ્યોત તે ચારમાંથી એકપણ જીવ અવધિજ્ઞાન સહિત અવતરેલ નથી, એટલું જ નહિ પણ વાસ્તવિક રીતે સમ્યકત્વ સહિત પણ તેઓ માંથી એકે જીવ અવતરેલે નહે. માતા મરૂદેવાને અગે અકામ નિર્જરાને પ્રભાવ માતા મરૂદેવા જેકે ભગવાન ઋષભદેવજીની જનેતા છે અને તે ઉત્તમ પ્રકૃતિના છે છતાં પણ તેમને અંગે વિશિષ્ટ જ્ઞાન કે વિશિષ્ટ સમ્યકત્વને સંભવ પણ નથી, કારણકે આવશ્યક ચૂર્ણિકાર વગેરે મહાપુરુષો સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે કે માતા મરૂદેવીને કઈ પણ કાલે કઈ પણ વખતે ત્રપણું પણ મળેલ નહતું. એટલું જ નહિ પણ તેઓ પૃથ્વીકાયિકાદિપણે પણ ઉપજેલા નથી. ફક્ત અનાદિ વનસ્પતિપણામાં જ માતા મરૂદેવાને જીવઅનાદિથી ભવનું પરાવર્તન કરતે રહ્યો હતો, છે તે અનાદિ–વનસ્પતિપણામાંથી અકામ નિર્જરા રૂપી પુણ્યના પ્રબલ પ્રભાવે માતા મરૂદેવાપણાની જીંદગીને મેળવી શક આ સ્થાને એક વાત વાચક વૃદ્ધે જરૂર વિચારવી જોઈએ કે યદ્યપિ મકામ નિર્જરા હીરાની કિંમત કેલસાએ કરાય તેને જેવી છે, છતાં કેલસાના સમુદાયના સતત વેપારથી શ્રીમન્ત નથી જ થવાતું, એમ એકાંતે કહી શકાતું નથી, તેવી જ રીતે આ અકામ નિર્જરા પણ આત્માને કેટલે બધો ફાયદે પહોંચાડે છે ? એ હકીક્ત આ મરૂદેવા માતાના વૃત્તાન્ત ઉપરથી બરોબર સમજવા જેવી છે શાસ્ત્રકાર મહારાજાએ પણ અકામ નિજેરાથી દેવપણા સુધીની પ્રાપ્તિ જણાવે છે, તે પછી અકામનિજરથી જુગલિઆપણું મળે તેમાં આશ્ચર્ય શું?
SR No.540008
Book TitleAgam Jyot 1973 Varsh 08
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1973
Total Pages326
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy