SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ પુસ્તક ૧-લું હતું એમ માને છે, જ્યારે કેઈક અપેક્ષાએ સૂત્રકાર મહારાજે કંઈક અધિક વર્ષ સુધી જ માત્ર દીક્ષા લીધા પછી અપાયેલા તે દેવદૂષ્ય વસ્ત્રનું ટકવું માનેલું છે. આ બે હકીકતોમાંથી કોઈપણ એક હકીકત સત્ય હેય, તે પણ એ વાત તે સિદ્ધ જ છે કે તેનામિવિનમિની સેવા વખતે તે ઈ દીધેલા દેવદૂષ્યની હયાતી હોવા છતાં તેને ઉપગ કોઈપણ પ્રકારે તે નિમિ-વિનમિની યાચનાને અંગે થએલ નથી, આ વાત આટલેથી અટકાવી પ્રસંગોપાત અહીં પ્રથમ તીર્થકર રષભદેવ ભગવંતના સંસારી અવસ્થાના નિર્મળ સમ્યકત્વની વાત હવે વિચારીએ, તે ઉપરથી આપણ ચાલુ જીવનમાંથી સમ્યકત્વ માટેની કમજોરી ખસેડવા ઉદ્યમવંત થઈ શકાય. ભગવાન ગષમદેવજી મહારાજે વીસ લાખ પૂર્વ સુધીની ઉમર સામાન્ય ગૃહસ્થપણમાં પુરી કરી અને ત્રેસઠ લાખ પૂર્વ એટલે વખત રાજ્યની વ્યવસ્થા કરવામાં અને પ્રજાને રક્ષિત કરીને પિષવામાં વ્યતીત કર્યો. ત્રેસઠ લાખ પૂર્વ જેટલા વખત સુધી રાજ્યનો વિસ્તાર કરતાં ભગવાન રાષભદેવજીને રાજ્ય વિસ્તાર એટલે બધે અધિક થયો હતું કે જે રાજ્ય વિસ્તારને પાળવા માટે વહેંચતાં અને પુત્રોને સંપતાં સો વિભાગ કરવાની જરૂર પડી. તે વખતના સર્વ મનુષ્યમાં ભગવાન ગઢષભદેવજી મહારાજ નિમળ સમ્યકત્વ અને સંધિન(સંપૂર્ણ) કનાડી સુધીના નિર્મલ અવધિજ્ઞાનને ધારણ કરનારા હોવાથી અપૂર્વ અને અદ્વિતીય જ્ઞાનને ધારણ કરનારા હતા. જે કે ભરત મહારાજા અને બાહુબલિજી તથા બ્રાહ્મી અને સુંદરી પણ અનુત્તર વિમાનથી થવીને અવતરેલા છે પરંતુ
SR No.540008
Book TitleAgam Jyot 1973 Varsh 08
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1973
Total Pages326
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy