________________
સંપાદક તરફથી...
મહામંગલકારી શ્રી જિનશાસનની સફળ આરાધના માટે વીતરાગ પ્રભુની ભક્તિ અને વિતરાગની વાણીની ઉપાસના અચૂક સાધન છે.
વીતરાગની વાણી સકળ શ્રેયનું મૂળ બીજ છે. કેમકે તેનાથી હેયઉપાદેયને સ્પષ્ટ-યથાર્થ નિર્ણય થઈ શકે છે. પરંતુ નાવિક કે કર્ણધારની કુશળ દેરવણું વિના સુંદર નાવ કે વહાણુ પણ સક્રિય બની શકતું નથી.
તે રીતે અનેક નય-ગમ અને ભાંગાઓથી તેમજ વિવિધ ઉત્સર્ગ અપવાદોની સાપેક્ષ રચનાથી ભરપુર જિનવાણીને મર્મ તથાવિધ યોગ્ય ગીતાર્થ-જ્ઞાની ગુરુની દોરવણી વિના મેળવી શકતો નથી.
માટે જિનવાણી કરતાં પણ તેના અનુગની વધુ મહત્તા છે. તેવા અનુયાગને કરનાર મહાજ્ઞાની ગીતાર્થ મહાપુરુષ અનુગાચાર્ય જેવા માનવંતા શબ્દથી ઓળખાય છે. •
આવા એક મહાન પ્રાભાવિક સમર્થ અનુગાચાર્ય આ કાળના અજોડ–અદિતીય આગમવ્યાખ્યાતા પૂ. આગામોદ્ધારક આચાર્યદેવશ્રી ના ગુજરાતી ભાષામાં પણ અપૂર્વ આમિક ગહન પદાર્થોની છણાવટવાળા હજારો તાત્વિક વ્યાખ્યાનો જિનવાણીની અપૂર્વ લોકોત્તર મહિમા સૂચવનારા હેઈ ભાવિકેના હૈયાં ડેલાવે છે.
તેઓશ્રીના કેટલાક વ્યાખ્યા વગેરે મહત્વની સામગ્રીને સંકલનરૂપે જ આગમતનું સંપાદન પૂ. ગચ્છાધિપતિશ્રીના આશીર્વાદથી છેલ્લા ૮ વર્ષથી દેવ-ગુરુકૃપાએ સફળપણે થઈ રહ્યું છે. જેને અવર્ણનીય આનંદ અનુભવાય છે.
જૈન સંઘમાં ઓગણીશમી સદીના ઉત્તરાર્ધના ચમચરણમાં કળભળે શ્રમણ-સંસ્થામાં ચારિત્રનું બળ-જ્ઞાનની પ્રતિભા શોચનીય દશાએ પહોંચેલ. તેવે વખતે શાસનના પુણે અનેક મહાપુરુષોએ શાસનની ધુરાને મિ ત્વના કીચડમાંથી બહાર લાવવા જે યશસ્વી ફાળો નોંધાવ્યો, તે સહુમાં અમુક અપેક્ષાએ સૌથી વધુ મહત્વનો ફાળો પૂ આગામે દ્ધારક આચાર્ય દેવશ્રીને વિકીઓને લાગ્યા વિના રહેતો નથી.
" ,
,
,