________________
આગમજ્યોત આવીને થએલા તીર્થકરના જીવનું અવધિજ્ઞાન ઘણુંજ જુજ હોય, એમ કહેવામાં આવે, તેથી શું તીર્થકરેની અવજ્ઞા કરી કહેવાય? ' અથવા તે ત્રીજી નરકથી આવેલા તીર્થકરને તે ભવની અપેક્ષાએ પહેલી-બીજી નકથી આવેલા અગર સૌધર્માદિક દેવકથી આવેલા તીર્થકર ભગવાનનું છદ્યાર્થીપણામાં અવધિજ્ઞાન વધારે હોય એમ કહેવાથી શું ત્રીજી નરકથી અગર સામાન્ય પહેલી–બીજી-ત્રીજીથી આવેલા જિનેશ્વર ભગવાનની અવજ્ઞા કરી એમ કોઈપણ બુદ્ધિમાન પુરુષ કહી શકે ખરો?
જેમ અવધિજ્ઞાન તીર્થકર ભગવાનને છવાસ્થપણામાં પહેલા ભવના પ્રમાણ જેટલું હોય છે તેમ શ્રતજ્ઞાન પણ છવસ્થપણામાં પહેલા ભવના કૃતજ્ઞાન જેટલું હેય, એમ હોવાથી ભગવાન ઋષ ભદેવજી મહારાજ એકલા છવાસ્થપણામાં ચૌદપૂર્વી હતા, પણ બાકીના ત્રેવીસ તીર્થકરે તે છઘસ્થપણામાં અગિયાર અંગના માત્ર ધારણ કરનોરા હતા, એમ કહી જે ભગવાન ઋષભદેવજીનું ચૌદ પૂર્વીપણું જણાવવું તે શું બીજા તીર્થકરોની આશાતના રૂપ છે?
કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચંદ્રાચાર્યો પ્રકારાંતરે કરેલી પ્રથમ ભગવાનની સ્તુતિ શું તે શેષની હેલના રૂપે ગણુય!
વર્તમાન ચોવીશીના તીર્થકર ભગવાનેમાં ભગવાન ઋષભ દેવજી ને જ પહેલા રાજ, પહેલા સાધુ વિગેરે વિશેષણે લગાડયાં અને કલિકાલ સર્વજ્ઞ ભગવાન હેમચંદ્રસૂરિજી “ગાવ gfથી નાગરિ નua” કહીને ભગવાન રાષભદેવજીની પહેલા રાજા અને પહેલા સાધુ તરીકે હતુતિ કરે છે અને તે સ્તુતિ બીજા તીર્થકરેને લાગે તેવી નથી તે ચોકકસ છે, તે પછી શું એમ કહેવામાં તેમ કહેનારે અગર કલિકાલ સર્વજ્ઞ ભગવાન હેમચંદ્રાચાર્ય મહારાજે બીજા તીર્થકરોની અવજ્ઞા કરી એમ બોલવાને અક્કલવાળો મનુષ્ય જીભ ચલાવી શકે ખરો?