________________
પુસ્તક ૧-લું
એટલે એમ કહી શકીએ કે અનાદિ કાલથી સૂફમ-નિગોદમાં વસેલો જીવ બાદરનિમેદપણું જાણતે પણ ન હેતે, ભવિતવ્યતાથી વિકાસ નહીં
જગતમાં સામાન્ય નિયમ છે કે ઈચ્છાની ઉત્પત્તિ પણ જાણપણા સિવાય થતી નથી.
જે મનુષ્ય જેટલું જ્ઞાન ધરાવે, તે પ્રમાણમાં તે મનુષ્યની ઈચ્છાઓ થાય છે, દશ ચીજ જાણનારાઓને દશ ચીજ મેળવવાની ઈચ્છા થાય છે, ત્યારે સે ચીજ જાણનારાઓને સે ચીજ મેળવવાની ઈચ્છા થાય છે,
એટલે જાણપણું થયા પછી તે તે જાણપણું વસ્તુની પ્રાપ્તિની ઈરછા ઉત્પન્ન કરે છે.
તેથી મનુષ્યભવમાં સંજ્ઞીપણું મળે, ત્યારે અનેક પ્રકારના જ્ઞાને ઉત્પન્ન થાય અને તે જ્ઞાનમાં જણાયેલા પદાર્થોની ઈચ્છા થાય અને તેને માટે તે મનુષે પ્રયત્ન કરે અને છેવટે તે કરેલા પ્રયત્નના ફળરૂપ ઈષ્ટ પદાર્થને પ્રાપ્ત કરે, તેમાં તે ભવિતવ્યતા કરતાં પણ અભિપ્રાયને અનુસરીને કરેલા પ્રયત્નોને મુખ્ય ભાગ ગણું શકીએ અને તેથી તેવી જગા પર ભવિતવ્યતાને અગ્રપદ નહિ આપતાં વિચાર કે કર્મને અગ્રપદ આપી શકાય છે.
તેથી દેવત્વ કે મનુષ્યત્વ ભવિતવ્યતાથી થયેલું ન માની શકીએ.
પણ ઉદ્યમથી કે વિચારથી જ થયેલું માની શકીએ,
પણ અનાદિ સૂક્ષ્મ-નિગદમાં વસેલા જીવને જગતમાં જેમ વૃક્ષના જીવને રસને ખ્યાલ પણ નથી, બેઇદ્રિય જીવોને ગંધને ખ્યાલ પણ નથી, તેઈદ્રિય જીવેને રૂપને ખ્યાલ પણ નથી,