________________
પુસ્તક ૧-લું
કેમ કે સૂત્ર અને અર્થ કરતાં પણ પંચવિધ આચારને જાણવા અને કરવામાં ઉદ્યમવાળા ગુરૂના હુકમને ન માન, અગર તેના હુકમથી વિરૂદ્ધ વર્તવું, તેનું નામ ઉભયાજ્ઞાવિરાધના છે. તેથી તેમાં દષ્ટાન્ત તરીકે શાસ્ત્રકારે ગુરૂથી પ્રત્યેનીક એવા સાધુ-વેષધારીઓને જણાવે છે.
આ ઉપરથી ગુરૂથી પ્રત્યેનીક એટલે કે ગુરૂના કહેવાથી પ્રતિકૂલ રહેવાવાળા (કૂલવાલુક) જેવા અનેક દ્રવ્યલિંગધારી સાધુઓ ઉભયાજ્ઞાના વિરાધક છે. એટલે સૂત્ર અને અર્થને બરાબર જાણવામાનવા અને પ્રરૂપવાવાળા છતાં ગુરૂ મહારાજે જણાવેલી પરંપરાગત ક્રિયાની આજ્ઞાને નહિં માનનારા સાધુએ અનન્ત સંસાર રખડનાર થાય, એમ જણાવે છે.
એટલે આ વિવેચનથી સૂત્ર, અર્થ અને સૂત્રાર્થ=ઉભયની વિરાધના કરતાં તદુમયની વિરાધના જુદી રીતે જણાવેલી છે.
બીજી પણ એ વાત સ્પષ્ટ છે કે અહિ તત્ શબ્દ પૂર્વે કહેલા એવા સૂત્ર અને અર્થના પરામર્શમાં નથી વાપર્યો, પરંતુ સૂત્ર અને અર્થને જાણનારા ગુરૂમહારાજને અંગે વાપરી બુદ્ધિમાં રહેલા પદાર્થને અંગે તત્ શબ્દ વાપર્યો છે.
ટુંકાણમાં સૂક્ષ્મ-વિવેચનકારની અપેક્ષાએ પરંપરાગત ક્રિયા અગર આચાની માન્યતા કરનારો વર્ગ સંસારસમુદ્રથી તરવાને ભાગ્યશાળી થાય છે.
આ વસ્તુ શાસ્ત્રની શ્રદ્ધાવાળાઓને માન્યા સિવાય ચાલે તેમ નથી.
પરંપરાગત પંચાચારની નિપુણતાવાળા સ્વાભાવિક પુરૂષથી કહેવાયેલી આચાર-ક્રિયાને નહિં માનનારા અર્થાત તેનાથી વિરૂદ્ધ વર્તનારા સૂવ અર્થ અને તદુભય એટલે સૂત્ર અને અર્થને માનવાવાળી છતાં અનંત સંસારમાં