________________
આગમત
વિરાધના થાય. એમ જે માનવાની ફરજ પડે તે સપષ્ટ થયું કે
“જ્ઞાનાચારમાં પણ પરંપરાગત ક્રિયાને સ્થાન મળેલું
વળી ભગવાન ચૂર્ણિકારના વચનને બારીક દષ્ટિથી વિચારીએ તે ત્યાં માત્ર સૂત્ર, અર્થ અને તદુભય લીધેલા હોવાથી બીજા આચારો કે જે ક્રિયા રૂપ છે, તેને જણાવવા માટે કરણ એટલે ક્રિયાની પરંપરા જણાવવાની જરૂર છે, અને તેથી કિયા અને યાવત્ ચૈત્યવંદનની ક્રિયા કરવાનું આવશ્યક છે, એમ પરંપરાને માનવાવાળાથી રહી શકાય તેમ નથી.
આ વાત તે માત્ર સૂત્ર, અર્થ અને તદુભય ત્રણ ભેદોના સૂત્ર, અર્થ અને સૂત્રાર્થરૂપ અર્થની અપેક્ષાએ જણાવી છે, પરંતુ કેટલાક બારીક અવલોકન કરનારાઓ સૂત્રનું અન્યથા-કરણ કરીને ચાતુર્ગતિક અનન્ત સંસાર રખડવામાં માને છે વગેરે સૂત્રને ન માનનાર જમાલિ જેવાના ઉદાહરણે આપે છે, અને અર્થને ન માનનાર તરીકે ગેષ્ઠામાહિલ કે જે બધના વિષયમાં અર્થની વિરાધના કરનાર થયે હતું, તેનું દાન આપે છે, પણ ત્યાર પછી તદુભયની વિરાધનામાં નીચે પ્રમાણે જણાવે છે
उभयाशया पुनः पंचविधाचारपरिधान करणोद्यतगुर्वादेशादि. लक्षणया गुरुप्रत्यनीकद्रव्यलिङ्गधार्य नेकश्रमणवत्
અર્થાત્ પાંચ પ્રકારના આચારેને જાણવા અને કરવામાં તત્પર એવા ગુરૂના આદેશ વગેરેને ઉભયાણા તરીકે ગણાવ્યા છે.
આ ઉપરથી એ શંકાને પણ સ્થાન નથી રહેતું કે સૂત્ર અને અર્થ એ બન્નેને જણાવ્યા પછી તદુભયમાં શું જણાવવાનું બાકી
હતું ?