SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ આગમજાત ઉદ્દેશીને દરેક ભવ્યએ દ્રવ્ય-ભાવભક્તિ વિગેરેમાં જરૂર પ્રવૃત્ત થવું જોઈએ.” * જે મનુષ્ય ભગવાનને કલ્યાણક મહત્સવના દિવસોએ દ્રવ્યભાવ ભકિત વિગેરેથી ભગવાનની આરાધનામાં વિશેષે પ્રવૃત્ત થતા નથી, અને સંસારીના જન્મ, વિવાહ આદિ જેવા કૃત્યને અંગે ભગવાનની આરાધનામાં વિશેષ પ્રવૃત્ત થાય છે, તેઓ વસ્તુત ભગવાનની સાચી આરાધનામાં પ્રવર્તેલા નથી એમ સમજવા કે કહેવામાં બાધ નથી. આ કારણથી વર્તમાન સમયમાં પણ સકલ ભવ્ય છાએ અન્ય નિમિત્તે ભગવાનની આરાધનાની પ્રવૃત્તિ કરવા પહેલાં ત્રણજગતના નાયક ભગવાન તીર્થંકરના ગર્ભદિક કલ્યાણક દિવસમાં દ્રવ્યભાવભક્તિ વિગેરેથી આરાધના કરવા તત્પર રહેવું જોઈએ. " કેટલાક વ્યાખ્યાતા અને ઉપદેશકે વર્તમાન શાસનના અધિપતિ ભગવાન મહાવીર મહારાજને ચૈત્ર સુદિ તેરસને દિવસે જન્મ કલ્યાણકને દિવસ ઉજવતાં મહાવીર જયંતિને દિવસ કહી ભગવાનના મહિમા વિગેરેનું સભા સમક્ષ ગાન કરે છે તેઓએ ધ્યાન રાખવાની જરૂર છે કે – દેવ-દાનવથી પૂજિત એવા તીર્થકરેને જ ફક્ત લગાડતા કલ્યાણક એવા પવિત્ર શબ્દને છોડીને જયંતિ સરખા હરકે ઐતિહાસિક સારા મનુષ્યને અગે વપરાતે શબ્દ ગોઠવીને ત્રિલોકપ્રભુના સન્માનમાં શબ્દથી પણ અવનતિ કરવી નહિ. પરમ તારક જિનેશ્વરના કલ્યાણકનું આરાધન કરવાવાળા ભવ્ય આત્માઓએ પોતપોતાના સ્થાને પણ વિશેષથી પૌષધાદિક ધર્મક્રિયા અને રથયાત્રાદિક ભક્તિ કરવામાં આદરપૂર્વક પ્રવૃત્ત થવું જોઈએ, અને તેમ કરવામાં આવે તે જ યથાર્થ રીતે કલ્યાણકની આરાધના કરી ગણી શકાય. જો કે આ અવસર્પિણીને અંગે અનંતર કે પરંપર ઉપકાર દ્વારા ચોવીસ તીર્થંકરો જગતમાત્રના ઉપકારી છે, અને આત્માના અવ્યા
SR No.540008
Book TitleAgam Jyot 1973 Varsh 08
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1973
Total Pages326
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy