SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ આગમત આષાઢ શુક્લ ચતુર્દશીથી નિયત કર્યો ત્યારે આ શ્રીકલ્પસૂત્રના વાચન અને શ્રવણને નિયમ શ્રાવણમાસના કૃષ્ણપક્ષના અંતભાગથી મુકરર કર્યો. કારણ કે પૂર્વકાળમાં જ્યારે પાંચ પાંચ દિનની વૃદ્ધિથી અનિયમિતપણે અવસ્થાનરૂપી પર્યુષણ થતાં હતાં ત્યારે પણ તે અવસ્થાનરૂપી પર્યુષણની અંત્ય મર્યાદા તે ભાદ્રપદના શુક્લ પક્ષમાં જ હતી. તે ભાદ્રપદના શુક્લ પક્ષમાં તે અન્ય કઈ અવસ્થાન માટે અનુકૂળ સ્થાન ન મળે તે વૃક્ષની નીચે પણ અવસ્થાનરૂપ પયુંષડ્યા કરી દેવાની સખત આજ્ઞા હતી, આ રીતે છેલ્લા અવસ્થાનરૂપ પર્યુષણના અંત દિવસને જ સાંવત્સરિક પર્વ સકળ સંઘ ગણતું હતું, અર્થાત્ અવસ્થાનરૂપ પર્યુષણમાં અનિયમિતપણું છતાં પણ સાંવત્સરિક પર્વનું અનિયમિતપણું હતું પણ નહિ અને થઈ શકે પણ નાહ. આ કારણથી શ્રીકલ્પસૂત્રકાર મહારાજા કલ્પસૂત્રના સામાચારી પ્રકરણમાં વિગ્રહ શમાવવાના અધિકારમાં “અન્નેવ” એમ કહી સાંવત્સરિક દિવસને ઉદ્દેશ નિયમિત દિવસે જણાવે છે, આ ઉપરથી સાંવત્સરિક દિવસનું અવસ્થાનરૂપ પર્યુષણના કાલની માફક અનિયમિતપણું નથી એમ સ્પષ્ટ કરે છે. વળી વિચારવાની જરૂર છે કે દરેક સમુદાયને દરેક વર્ષે અવસ્થાન પર્યુષણાનું અનિયમિતપણું હેય પણ સાંવત્સરિક પર્વનું અનિયમિતપણું થઈ શકે નહિ, કારણકે સૂત્ર, અર્થ, ભજન અને આલાપના મહિના-મહિનાના હિસાબે સમુદાય, ઉપાધ્યાય અને આચાર્યો કરેલા પરિવારમાં બાર માસની મુદત ઘટી શકે નહિ, પણ મુદતને વધારે થાય. વળી સાંવત્સરિક પ્રતિક્રમણને અંગે એક સંવછરીથી બીજી સંવચ્છરીની વચ્ચે બાર માસ કરતાં અધિક કાળ થતાં સંવછરી
SR No.540008
Book TitleAgam Jyot 1973 Varsh 08
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1973
Total Pages326
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy