________________
પુસ્તક -જુ ભવિષ્યની જીંદગીને આધાર ધર્મ ઉપર છે.
આ બધું કહેવાનું તત્વ એટલું જ છે કે વર્તમાન જગતમાં વર્તતે જનસમુદાય આ જિંદગી સિવાય અન્ય જિંદગીની હયાતી તે માને છે, અને ભવિષ્યની જિંદગીની એકલી હયાતી જ માને છે તેમ નહિ, પણ ભવિષ્યની જિંદગીની સુંદરતા અને અસુંદરતા પણ માને જ છે. જ્યારે વર્તમાન જનસમુદાય ભવિષ્યની સુંદર અને અસુંદર બે પ્રકારની સ્થિતિ માને છે, ત્યારે પરમાત્માના માર્ગની શ્રદ્ધાવાળા જનસમુદાયની માફક, વર્તમાન જગતને સમગ્ર જનસમુદાય પણ ભાવી પિતાની જિંદગી અસુંદર ન થતાં સુંદર થાય એવું છે તે સ્વાભાવિક છે, પણ તે ભવિષ્યના જિંદગી સુંદર મળે અને અસુંદર ન મળે તે તેના આ ભવના કર્તવ્ય ઉપર આધાર રાખે છે, અને તે સુંદર જિંદગીને મેળવી આપનાર કે અસુંદર જિદગીને દૂર કરનાર એવાં જે જે કાર્યો ને તે ધર્મશબ્દથી કહેવાય છે. ધર્મ શબ્દની વ્યુત્પત્તિ.
તેટલા માટે ધર્મ શબ્દને પારલૌકિક જિંદગીને અંગે સંબંધ દર્શાવવા અર્થે ધર્મ શબ્દમાં રહેલા બે ધાતુનો અર્થ જણાવતાં ધર્મ શાસ્ત્રકારો સ્પષ્ટપણે જણાવે છે કે દુનિકપતતુષાર્થ " અર્થાત્ દુર્ગતિમાં પડતા જીવને જે માટે સકાર્યો બચાવી લે છે, તે માટે તે કાર્યોને ધર્મ એમ કહેવામાં આવે છે.
જગતમાં કેટલીક વસ્તુઓ જેમ સ્વભાવથી ખરાબ હોય છે, તેમ કેટલીક વસ્તુઓ ખરાબ સંગને અંગે ખરાબ હોય છે, અને બુદ્ધિશાળી પુરુષને ખરાબ સંગને અંગે ખરાબ રૂપે દેખાતી અસલ વસ્તુને શોધવાનું જરૂરી હોય છે. શુદ્ધિના અંગ તરીકે ધર્મનું મહત્વ
જગતમાં દેખીએ છીએ કે ખાણમાંથી શોધેલા હીશ નિકળતા નથી, શોધેલું સોનું નિકળતું નથી દરિયામાં એક મોતીના ઢગલા