________________
પુસ્તક ૩–જું શકાય તેમ છે, પણ જેઓ ધર્મ-કર્મની સિદ્ધિ માનનારાનથી, તેઓને તે ઈહજીવનના સાધનની પ્રાપ્તિ ધર્મ-કર્મના પ્રભાવે થએલી હોવા છતાં પણ તેને નવી શ્રદ્ધા કરાવવાને માટે તે સાધને સમર્થ થઈ શકતા નથી. મહત્તવની વાત
અહીં એક ખાસ વાત છે. જે કંઈપણ આરિતક કે નાસ્તિક, સમ્યગ્દષ્ટિ કે મિથ્યાદષ્ટિ, સમજદાર મનુષ્ય હોય છે, તે એટલું તો જરૂર માને છે કે આ વર્તમાન જીવનને નાશ માનવાની બાબતમાં કેઈને પણ મતભેદ નથી. એટલું જ નહિ પણ વર્તમાન જીવનમાં પરંપરાથી મળેલ, માતા-પિતાએ અર્પણ કરેલ કે પોતાના ઉદ્યમથી જિંદગીની જહેમત એકઠું કરેલ કંચન, કામિની, કુટુંબ અને કાયા વિગેરે સુખ પામવાની ઈચ્છાએ મેળવેલા સકળ સાધન મેલીને જવું પડે છે, અર્થાત્ આ ભવમાં જે જે મેળવેલું કે મળેલું તે બધું મલવાનું જ છે. હિંદુ શબ્દનું રહસ્ય ' જેક પરભવની હયાતી માનવામાં જાણીતા થએલા વર્તમાન જનેમાં બે ભેદ પડે છે,
એક ભેદ એ છે કે જેઓ વર્તમાન જીવનમાં આચરેલા કર્તવ્યના ફળ તરીકે કયામત કે ન્યાયને દિવસે મળતી બહેનત (સ્વ) કે દેખ (નરક) ની ગતિ થવી માને છે પણ તે બહેત કે ઝખના જીવન પછી અન્ય જીવને માનવા માટે તેઓ, તેઓના ધર્મશાસ્ત્રો, તેઓના ધર્મપ્રરૂપક, સર્વથા ચૂપકીદી ધારણ કરી રહેલા છે, એટલું જ નહિ પણ માનમાં અંધ બનેલે આંધળે રૂપ-રંગની વાત કરનાર ઉપર રોષ કરે તેવી રીતે તે કેવળ બહેનત અને દેઝખને માનનારા પિતાના મતમાં બંધ થઈ જવનું અનેક ભવમાં હિંડવું (ભટકવું) માનવાવાળા હિંદુઓ તરફ અત્યંત તિરસ્કારની નજરથી જુએ છે, અને તે, “હિંડ્ર” શબ્દ તરફ ધિક્કાર વરસાવવા માટે તે હિંદુશને અર્થ જ કાફર એ કરવા લાગ્યા.