________________
૮૯
આગમજ્યોત ભગવાન ઋષભદેવજી જયાં જ્યાં પધારે ત્યાં ત્યાં પૃથ્વીનું પ્રમાર્જન કરે, તે કાઉસગ્ગ ધ્યાને રહે ત્યાં ચારે બાજુ જલને છંટકાવ કરે અને કુલની વૃષ્ટિ ચારે બાજુ કરી ભગવાનની સેવામાં ઉભા રહેતા હતા, ભગવાનની પાસે ઉભા રહેતી વખતે તે નમિ અને વિનમિના હાથમાં ચળકતી તલવારે હતી ને તલવામાં ભગવાન ગsષભદેવજીનું પ્રતિબિંબ પડવાને લીધે ભગવાન ઋષભદેવજી ત્રણ જગતના ઉદ્ધારને માટે ત્રણ રૂપવાળા થયા હતા તેમ દેખાતું હતું. શાસ્ત્રકારે અભિગમમાં ખગ્ન છેડવાનું કહે છે, પણ રાજ્ય ચિહ્ન રૂપે હોય તેને માટે ગણાય. આ તે સેવાના રૂપે છે તેથી અહીં ખડ્ય સેવાના પ્રતીક તરીકે સંગત લાગે છે. યથાસ્થિત ત્રિમૂર્તિરૂપ ભગવાનની સ્તુતિ
કેટલીક જગપર ગ્રંથકારે પણ એ રૂપની અપેક્ષાએ ભગવાન ઋષભદેવજીની ત્રિમૂર્તિ તરીકે સ્તુતિ કરે છે.
વિચક્ષણ પુરૂષે સમજી શકશે કે જેમ મુખનું યથાવત્ પ્રતિ બિંબ જ આદર્શમાં હોય છે એથી સાક્ષાત મુખ અને પ્રતિબિંબિત થએલા આદર્શના મુખમાં અંશે પણ દેખાવમાં ફરક હોતું નથી અને તેથી વાસ્તવિક રીતિએ ભગવાન રાષભદેવજી ત્રિમૂર્તિ રૂપ ગણાય, કેમકે તે ત્રણે મૂર્તિએ એકસરખી હાય રૂપ-રંગ વગેરેમાં કોઈપણ જાતના ફરકવાળી તે હેતી નથી. જો કે જગતમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવ-મહેશ્વર એ ત્રણ ત્રિમૂર્તિરૂપ ગણાય છે પણ તે ત્રણેનું ત્રિમૂર્તિરૂપ કહેવા કરતાં એ ત્રણેને ત્રિશરીરી કહેવા એ વધારે યોગ્ય ગણાય, કેમકે એ ત્રણેના આકારે વિગેરે કોઈપણ પ્રકારે મળતા નથી. " પરંતુ ભગવાન ગઢષભદેવજીનું મૂળ શરીર અને સેવામાં ઊભેલા નમિ-વિનમિની તલવારમાં પડેલ પ્રતિબિંબમાં કોઈ પણ જતના રૂપ-રંગ, વર્તન કે આકારમાં ભેદ ન હતે.