________________
આગમજ્યોત સે દેશની રાજ્ય ગાદીઓ સમર્પણ કરી અને સંવચ્છરી દાનને અખલિતપણે પ્રવાહ એક વર્ષ સુધી લાગલાનટ રીતે વહેવડાવ્યું તે વખતે નમિ અને વિનમિ જેઓને ભગવાન ઋષભદેવજીએ પુત્ર તરીકે રાખ્યા અને પાયા-પિગ્યા હતા, તેઓ કેઈ તેવા પ્રજનસર ભગવાન ઋષભદેવજીના રાજ્યની હદ બહાર છેવટે કંઈ નહીં તે રાજ્યકારભાર જ્યાં ચાલતું હતું તે હદની બહાર તેઓ ભગવાનના હુકમથી ગએલા હતા અને તેથી તેઓને આ રાજ્યની વહેચણીની વાત કે મહારાજના સંવછરી દાનની વાત તેઓના કાન સુધી આવી નહિ.
પરંતુ ભગવાન ગઢષભદેવજી સોએ પુત્રને રાજ્યને અભિષેક કરીને સંવછરી દાન દઈ પ્રવ્રજિત થયા. ત્યાર પછી તે નમિ અને વિનમિ ભગવાને આદેશેલા કાર્યને કરીને પાછા દેશમાં આવ્યા ત્યારે રાજ્યની, રાજ્યના વિભાગની, સંવછરી દાનની અને ભગવાનની પ્રવજ્યાની ખબર પડી. શ્રી ભરત મહારાજની નમિ-વિનમિ પ્રત્યે કેવી ઉદારતા?
ભગવાનના હુકમથી કાર્ય કરવા ગએલા અને કાર્ય કરીને આવેલા એવા નમિ-વિનમિને ભગવાને પુત્ર તરીકે રાખ્યા છે એ વાતની ભરત મહારાજને સંપૂર્ણ રીતે માહિતગારી હતી અને તેથી ભરત મહારાજે પિતાની લાયકાતને અનુસરીને પિતાને મળેલા અયોધ્યાના રાજ્યમાંથી ભાગ આપવા કહ્યું.
આ સ્થાને ભરત મહારાજની લાયકાત અને નિર્લોભતા કેટલી હશે? તે ખરેખર વિચારવા જેવું છે
જે ભરત મહારાજને નમિ-વિનમિએ ભગવાને આપેલા હુકમનું પાલન કર્યું છે તેને અંગે સરખા ભાઈ તરીકે ન ગણે તેમજ