________________
ત”નું પ્રકાશન અમારી સંસ્થા મારફત કરાવ્યું છે. જેમાં આ પુસ્તક સાતમું છે.
અમારા આ પુનિત કાર્યમાં પૂ. ગચ્છાધિપતિશ્રીની અસીમ કરુણા અને મંગળ આશિષના વધુ ને વધુ કૃતજ્ઞ છીએ. તે વિના આ કાર્ય પાંગરી શકે તેમ હતું નહીં અને એ પણ નહિ.
આ ઉપરાંત પણ અનેક પૂજ્ય મુનિ ભગવંત-સાધ્વી ભગવંતો તથા ઉદારચરિત ગૃહસ્થને હાર્દિક ધર્મપ્રેમપૂર્ણ સહકાર મળે છે તે બધાના અમે ચિર અણુ છીએ.
તેમાં પણ ખાસ કરીને પૂ.આ. શ્રી હેમસાગરસૂરીશ્વરજી મ, પૂ. આ૦ શ્રી દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મ. સ્વ. પૂ.ગણી શ્રી લબ્ધસાગરજી. મ, પૂ. ગણીશ્રી કંચનસાગરજી મ, પૂ. ગણીશ્રી યશોભદ્રસાગરજી તથા આર્થિક સહયોગ માટે પ્રેરણા આપનાર ચતુર્વિધ શ્રીસંઘના ધર્મ નેહભર્યા સહકારની ખૂબ ખૂબ નતમસ્તકે અનુમોદના કરીએ છીએ.
આગમ ત”નું આગળનાં પાનાં બે કલરમાં અને પ્રથમ દ્વિતીય, તૃતીય અને ચતુર્થ પુસ્તકનું કલાત્મક સુંદર છાપકામ કરવામાં પૂરતી કાળજી રાખીને છાપકામ કરવા બદલ શ્રી શક્તિ પ્રિન્ટરીના માલિક ઠક્કર પિપટલાલોકળદાસના તેમજ ટાઈટલ પેજ ૧-૪ છાપી દેનાર દીપક પ્રિન્ટરીના કાર્યકર્તાઓના હાર્દિક ધર્મનેહભર્યા સહકારની ખૂબ ખૂબ અનુમોદના કરીએ છીએ.
આગમત અંગે ડિઝાઈન, બ્લેક, કાગળની ખરીદી આદિ ઉપરાંત પૂ મહારાજશ્રીની સૂચનાનુસાર રાત-દિવસ નિઃસ્વાર્થભાવે મૂક સેવા આપનાર ધર્મપ્રેમી શેઠ શ્રી બાબુલાલ કેશવલાલ શાહ ચાણસ્માવાળા (૧૧-નગરશેઠ માર્કેટ રતનપોળ, અમદાવાદ) ના ધર્મપ્રેમનું ખૂબ ખૂબ હાર્દિક અનુમોદન કરીએ છીએ.