________________
પર
આગમત * વળી શાસ્ત્રકારોએ પણ સમ્યગદર્શનાદિકના દૂષણની શુદ્ધિ કરવા માટે સમ્યગદર્શનાદિકની ભક્તિનો માર્ગ મુખ્યતાએ નથી રાખે, પણ તપસ્યાને માર્ગ જ બતાવ્યો છે, અર્થાત્ આચના, પ્રતિક્રમણ, તદુભય, વિવેક અને વ્યુત્સર્ગથી જે દૂષણની શુદ્ધિ ન થાય તેવા દૂષણની શુદ્ધિ પ્રાયશ્ચિત્તના અધિકારમાં આચાર્ય ઉપાધ્યાય આદિની ભક્તિને પણ તેવું સ્થાન ન આપતાં તપશ્ચર્યાને જ સ્થાન આપ્યું છે.
આ રીતે સ્વશાસનને અંગે તપશ્ચર્યાની પ્રધાનતાને વિચાર કર્યો, પણ પર શાસનને અંગે વિચાર કરીએ તે તેમાં પણ તપસ્યા અગ્રસ્થાને દેખાય છે.
જુઓ! દેવદ્રવ્યના નાશ અને ભક્ષણના પ્રસંગે પણ શાસકારોએ અન્ય મતવાળા રાજા મહારાજાની દષ્ટિ ખેંચવા અને રક્ષણ કરાવવા તપસ્યા અને આતાપનાને સ્થાન આપ્યું છે, મિથ્યાદષ્ટિ દેવેનું આકર્ષણ કરનાર કેઈ જબરજસ્ત જે ચીજ હોય તે તે તપસ્યા છે.
જુઓહરિકેશી મહારાજ સરખા ચાંડાલકુલવાળાને પણ તેઓની તપસ્યાને પ્રભાવે જ દેવતાઓ પણ સેવતા હતા.
શાસ્ત્રોમાં તપસ્વીઓને પ્રભાવકના સ્થાનમાં ગણ્યા છે.
આ બધું વિચારતાં જણાશે કે દેવ–દેવેન્દ્રો અને રાજા મહારાજાએ તપસ્વી મહાત્મા બોની સેવા કરનારા હોય છે. એ તપને અસાધારણ પ્રભાવ છે અને કેટલાકને તે અસાધારણ પ્રભાવ માટે પણ કદાચ તપ કરવાનું મન થાય.
પણ આ ત્રિલેકનાથ તીર્થકર ભગવાને ગર્ભથી અને જન્મથી દેવ-દેવેન્દ્રોથી પૂજાએલા છે. માટે તે ભગવંતને દેવ-દેવેન્દ્રોની પૂજાને કે જગતના લેકેને આકર્ષવાનો પણ મુદો તે નથી.